________________
સૂર્ય જ્યારે ઉદય પામે ત્યારે તો અંધકાર દૂર થાય જ તેમાં શું નવાઈ, પરંતુ સૂર્યોદય થયા પહેલાં થયેલો અરુણોદય' પણ અન્ધકારનો નાશ કરે છે. તેવી રીતે હે પ્રભુ ! ૧૮ અક્ષરોનો બનેલો તમારો મંત્ર તો (વિધિપૂર્વક જાપ કરવાથી) બહુ ફળ આપે તેમાં શું નવાઈ ? પરંતુ તમને ભાવથી કરેલો નમસ્કાર પણ બહુ ફળ આપનાર બને છે. જે નમસ્કારના પ્રભાવથી જીવો મનુષ્યના કે તિર્યંચના ભવમાં દુ:ખ અને દરિદ્રતા પામતા નથી. અહીં શરીર સંબંધી અને મન સંબંધી દુ:ખો, તથા નિર્ધનતા પામતા નથી એમ અર્થ જાણવો ॥ ૩ ॥
ચિંતામણિરત્ન, અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યક્ત્વ મળે છતે જીવો વિના વિઘ્ને અજરામર સ્થાનને પામે 9. 118 11
ચિંતવેલા અર્થને આપનારું એવું દેવાધિષ્ઠિત એક પ્રકારનું જે રત્ન તે ચિંતામણી રત્ન, તથા સુષમા કાળમાં મનવાંછિત ફળને આપનારું એવું વૃક્ષ તે કલ્પવૃક્ષ. આ બન્નેથી તમારું સમ્યક્ત્વ હે પ્રભુ ! અધિક છે. કારણ કે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ આ લોકસંબંધી સાંસારિક સુખ આપનારાં છે. જ્યારે તમારું સમ્યક્ત્વ આત્માના ગુણને આપનારુ હોવાથી ભવોભવ સુધારનારું છે. માટે સર્વોત્તમ એવું તમારું સમ્યક્ત્વ મળે છતે મનુષ્યો જલ્દી જલ્દી અજરામર (જ્યાં જરા અને મરણ નથી એવા) સ્થાનને પામે છે. અર્થાત્ જલ્દી જલ્દી મોક્ષપદ પ્રાપ્ત કરે છે. || ૪ ||
હે મહાયશસ્વી પાર્શ્વનાથ પ્રભુ ! ભક્તિના સમૂહથી ભરેલા હૈયા વડે મેં આ પ્રમાણે આપની સ્તુતિ કરી, તેથી જિનોમાં ચંદ્રસમાન એવા હે દેવ ! મને ભવોભવમાં બોધિબીજ (સમ્યક્ત્વ) આપજો. ॥ ૫ ॥ બધા જ તીર્થંકરભગવન્તો તીર્થંકર નામકર્મના ઉદયવાળા હોવાથી યશવાળા જ હોય છે. પરંતુ સર્વેનો યશ સમાન હોતો ૧ અરુણોદય= સૂર્ય ઊગ્યા પહેલાં જે પ્રભા ચોતરફ વિસ્તરે તે.
પ્રતિમા નું 100
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org