________________
કરે છે તે મનુષ્યોને ગ્રહ-રોગ-મરકી અને ભયંકર તાવ પણ શાન્તિ પામે છે. તે ૨ !
આ ઉવસગ્ગહરં સ્તોત્ર સૂચક હોવાથી આ ગાથામાં એવું સૂચન કરે છે કે વિષધર અને કુલિંગ આવા શબ્દો જેમાં આવે છે તે ૧૮ અક્ષરોનો બનેલો મંત્ર જે મનુષ્યો કંઠમાં ધારણ કરે છે એટલે કે મંત્રજાપ કરવા વડે સતત કંઠમાં યાદ કરે છે અથવા તે મંત્રનું માદળિયું બનાવી કંઠમાં પહેરે છે તેના ગ્રહો વિપરીત હોય તો શાન્ત થાય છે. તથા રોગાદિ ઉપદ્રવ શમી જાય છે. મંત્રજાપથી સર્વત્ર શાન્તિ પ્રસરે છે.
પ્રશ્ન : ૧૮ અક્ષરોનો આ મંત્ર કેવી રીતે બને ? ઉત્તર : “મિડળ પાસ વિસર વદ ના નં."
ઉપરોક્ત ૧૮ અક્ષરોનો બનેલો મંત્ર સૂત્રકારને માન્ય છે. આ મંત્રમાં વિસહર અને કુંલિંગ શબ્દો આવે છે. આ સૂત્રના ટીકાકારોએ બીજાં બીજવાચક (મંત્રમય) પદો ઉમેરીને આ મંત્રને વિશાળ કરેલ છે. ‘૩% હૈં મેં માઁ નમિડ પાસ વિસર વદ પુર્તિા નમ: "
આ ઉમેરાયેલા બીજાક્ષરોમાં 3ૐ શબ્દ તારબીજ છે. હીં શબ્દ રૈલોક્યબીજ છે, શ્રી શબ્દ કમલાબીજ છે, અહં શબ્દ અબ્રીજ છે. છેલ્લે ગોઠવેલો હીં શબ્દ તત્ત્વબીજ છે. અને નમઃ શબ્દ પ્રણિપાતબીજ છે. આ રીતે પાર્શ્વનાથ પ્રભુનો મંત્ર ગ્રહાદિને દૂર કરનાર છે. જે ૨ |
તમારો ૧૮ અક્ષરનો બનેલો મંત્ર તો દૂર રહો, પરંતુ તમને કરેલો પ્રણામ પણ બહુફલવાળો થાય છે. કારણ કે તમને પ્રણામ માત્ર કરવાથી જીવો મનષ્ય અને તિર્યંચના ભાવોમાં દુઃખ અને દૌર્ભાગ્ય પામતા નથી. ૩ / ૧ માદળિયું= ગળામાં પહેરાતું એક જાતનું આભૂષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org