________________
શરીર વિનાના હોવાથી અશરીરી કહેવાય છે. અને સાધુને મુનિ કહેવાય છે. એમ બે નામો પર્યાયવાચી બદલીને = “અ+ અ+ આ+ ઉ મ્”= પહેલા અક્ષરો જોડીને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે સંધિ કરતાં ઓં પણ બને છે. “ૐ નમઃ”
સિદ્ધસેન દિવાકરસૂરિજી સંસ્કૃત ભાષામાં પ્રકાન્ડ વિદ્વાન્ હતા. તેઓને સંસ્કૃત ભાષામાં બોલવું ઘણું જ રુચતું. એક વખત બે પ્રતિક્રમણનાં પ્રાકૃતભાષામાં રચાયેલાં આ બધાં સૂત્રોને સ્થાને સંસ્કૃત રચવાનો તેમને ભાવ ઉત્પન્ન થયો. પોતાના હૈયાની આ વાત પોતે ગુરુજીને કરી. ગુરુજીએ તેમને શિક્ષા કરી અને કહ્યું કે અગાધ બુદ્ધિના ભંડાર એવા ગણધરભગવંતોએ બાળકો-સ્ત્રીઓ અને મંદબુદ્ધિવાળાઓ પણ સુખે સુખે ઉચ્ચારણ કરી શકે તે માટે સૂત્રો પ્રાકૃતમાં રચ્યાં છે. તેઓની તમે અવગણના કરી છે. માટે શાસનપ્રભાવનાનું કોઈ મહારાજાને પ્રતિબોધકરવાનું મહાન કામ કરી આવો પછી જ સમુદાયમાં લેવાશે. પછી તેઓ ઉજ્જૈણી નગરીમાં ગયા. ક્ષિપ્રાનદીના કાંઠે કલ્યાણમંદિર સ્તોત્રની રચના કરી શિવલિંગની નીચે રહેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ કરી વિક્રમ રાજાને પ્રતિબોધી જૈનશાસનની અપૂર્વ પ્રભાવના કરી પુનઃ સમુદાયમાં આવ્યા. આ મહાત્માએ જૈનદર્શનના મૂલને સમજાવનારા સન્મતિપ્રકરણ” આદિ ઘણા અદ્ભુત ગ્રન્થો બનાવ્યા છે.
(ઉવસગ્ગહર સ્તોત્ર -૧૭) ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કળણમુક્યું ! વિસહરસિનિન્ના, મંગલ-કલ્યાણ-આવાસ | ૧ || વિસહરકુલિંગ મંત, કંઠે ધારેઇ જો સવા મણુઓ ! તસ્સ ગહ-રોગ મારી, દુકજરા જંતિ ઉવસામ II ૨ || ચિઠ્ઠઉ દૂરે મંતો, તુઝ પણામો વિ બહુફલો હોઇ ! નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુફખદોગથ્ય || ૩ || તુહ સમ્મત્તે લબ્ધ, ચિંતામણિ-કપ્પપાયવભહિએ ! પાવંતિ અવિધેણં, જીવા અજરામર ઠાણું || ૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org