________________
છે. તે સિવાઈના અકર્મભૂમિનાં ક્ષેત્રોમાં તથા સમુદ્રાદિ સ્થાનોમાં સંકરણથી અથવા વૈક્રિયાદિ લબ્ધિથી ગમનાગમન કરતા સંભવે છે. પરંતુ જન્મથી હોતા નથી.
આત્મા જેના વડે કર્મોથી ભારે થાય, દંડાય તેને દંડ કહેવાય છે. મન-વચન અને કાયા આ ત્રણ પાપબંધનાં મુખ્ય સાધનો છે. તેથી તે ત્રણને દંડ કહેવાય છે. સાધુમહાત્માઓ સતત સ્વાધ્યાય વડે પવિત્ર મનવાળા હોવાથી ઉપરોક્ત ત્રણ દંડથી સદાકાળ વિરમેલા હોય છે. તેઓને હું ત્રિવિધ પ્રણામ-વંદના કરું છું.
આ સૂત્રમાં સર્વ સાધુમહાત્માઓને વંદના કરેલી હોવાથી આ સૂત્રનું બીજું નામ “સર્વસાધુવંદન સૂત્ર” પણ કહેવાય છે. વીતરાગ પરમાત્મા મૂલ ઉપદેશક હોવાથી જેમ પ્રથમ ઉપકારી છે. તેવી રીતે તેઓનો આપેલો ઉપદેશ ગુરુભગવંતો આપણા સુધી પરોપકારભાવે નિઃસ્વાર્થવૃત્તિએ પહોંચાડે છે. માટે દેવની જેમ ગુરુ પણ નિરંતર વંદનીય છે.
(નમોહત્ સૂત્ર-૧૬ નમોહ-સિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુવ્ય” અહંતુ એટલે અરિહંતભગવન્તો, સિદ્ધભગવત્તો, આચાર્ય ઉપાધ્યાય-અને સર્વસાધુ મહારાજાઓને મારા નમસ્કાર હોજો.
આ સૂત્ર વિક્રમ રાજાના પ્રતિબોધક એવા સિદ્ધસેનદિવાકરસૂરિજીએ બનાવેલ છે. નવકારમંત્રમાં જે પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે. તે જ નમસ્કાર અતિશય સંક્ષિપ્ત રીતે આ સૂત્રમાં કરવામાં આવેલ છે. પાંચ પરમેષ્ઠીના પહેલા-પહેલા અક્ષરો લઈને “અસિ-આ-ઉ-સાય નમઃ” આવો નમસ્કારપાઠ બનાવવામાં આવે છે. તે પણ સંક્ષેપ જ છે. તથા સિદ્ધભગવન્તો ૧ સંદરણથી = કોઈ દેવ દૈવિક શક્તિથી સાધુને ઉપાડી જાય અને બીજા ક્ષેત્રમાં મૂકે તે સંહરણ.
કરે
ફ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org