________________
જિનેશ્વરપ્રભુની ધૂપપૂજા કરવાથી મારા આત્મામાં મિથ્યાત્વરૂપ દુર્ગધ દૂર થાઓ અને સમ્યગ્દર્શન રૂપ સુગંધ પ્રસરો” એવી ભાવના ભાવવાની છે. (૫) દીપક પૂજા કરતી વખતે બોલવાનો દુહો :
“દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક | ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક / ૧ /
જેમ દીપક કરવાથી અંધકાર નાશ પામે અને પ્રકાશ પથરાય છે તેમ જિનેશ્વર પ્રભુની દીપકપૂજા કરવાથી મારામાં અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાઓ અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશ પથરાઓ” એવી ભાવના ભાવવાની છે. (૬) અક્ષત પૂજા કરતી વખતે બોલવાના દુહા :
“શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળ | પુરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ ! ૧ | ચિંહુ ગતિ ભ્રમણસંસારમાં, જન્મમરણ જંજાલ | અષ્ટકર્મ નિવારવા, માર્ગ મોક્ષફળ સાર || ૨ | દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર | સિદ્ધશિલાની ઉપરે, હોજો મુજ વાસ શ્રીકાર | ૩ |
જેમ શુદ્ધ અને અખંડ એવા અક્ષત નામથી અક્ષત છે તેમ તેના વડે જિનેશ્વર પ્રભુની પૂજા કરતાં અખંડ = અક્ષતઃકદાપિ નાશ ન પામે તેવું ફળ આપનાર થજો. એવી ભાવના ભાવવાની છે. તથા ચોખાનો સાથિયો કરવાની પાછળ એવો આશય છે કે જેમ સાથિયાને ચાર પાંખડાં છે તેમ હું આ સંસારની ચારે ગતિમાં ઘણું જ રખડ્યો છું, થાકી ગયો છું, નીકળવું છે. તેના ઉપરની | ત્રણ ઢગલીનો એવો અર્થ છે કે તે સંસારમાંથી તરવા માટે મને “જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના એવી આપો કે જેથી ઉપર દોરેલી સિદ્ધશિલાના અગ્રભાગે રહેલા સિદ્ધોમાં મારો વસવાટ હો. આવી ભાવના ભાવવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org