________________
નથી. તેમ જ અવિવેકથી જળ ઢોળવું, અવિવેકથી ફૂલોના ઢગલા કરવા વગેરે પણ અવિવેકના કારણે ઉચિત નથી. જયણાપૂર્વક ભાવદયા સહિત યથોચિત કાર્ય કરવું તે ઉચિત છે. દૂધાદિ પંચામૃતનો અભિષેક કરતાં બોલવાના દુહા :
મેરુશિખર નવરાવે, હો સુરપતિ, મેરુશિખર નવરાવે ! જન્મકાળ જિનવરજીક જાણી, પંચરૂપ કરી આવે તો
1 સુરપતિ. ૧. રતન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે ! ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હો
1 સુરપતિ. ૨. એણી પરે જિનપ્રતિમાકો હવણ કરી, બોધિબીજ માનુ વાવે, અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે, હો
સુરપતિ. ૩. ઇન્દ્રો પ્રભુને મેરુપર્વતના શિખર ઉપર લઈ જઈને નવરાવે છે. અવધિજ્ઞાન વડે પ્રભુનો જન્મ થયો છે એમ જાણીને પાંચ રૂપો કરીને ઈન્દ્ર આવે છે. રત્નના, સોનાના વગેરે આઠ જાતના કળશાઓ બનાવી ઘણી પવિત્ર ઔષધિઓ અંદર મેળવીને ક્ષીરસમુદ્રાદિ પવિત્ર તીર્થોમાંથી પવિત્ર જળ લઈ આવીને ભગવાનનો સ્નાત્રાભિષેક કરી પ્રભુના ગુણો દેવો-ઇન્દ્રો ગાય છે. આ પ્રમાણે જિનેશ્વપ્રભુની પ્રતિમાનું હવણ કરીને જે જીવો બોધિબીજને પોતાના આત્મામાં વાવે છે તેઓ ક્રમશઃ ગુણોરૂપી સાગરને પ્રાપ્ત કરી ઉત્તમ એવું તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. (૧) જલપૂજા કરતી વખતે બોલવાના દુહા :
“જલપૂજા જાગતે કરો, મેલ અનાદિ વિનાશ | જલપૂજા ફળ મુજ હોજ, માંગો એમ પ્રભુ પાસ / ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org