________________
. (૩) દૂરથી પ્રભુને જોતાં બે હાથ જોડીમસ્તકે લગાવી “નમો જિણાણ” કહેવું.
(૪) પ્રભુપૂજા કરવાની હોય તો ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરવારૂપ કપાલે તિલક કરવું.
(૫) જ્યાં પ્રદક્ષિણા કરી શકાય તેમ હોય તો ત્યાં પ્રભુને ત્રણ ગુણોની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા દેવી.
(૬) પુરુષોએ પ્રભુની જમણી બાજુ, અને સ્ત્રીઓએ પ્રભુની ડાબી બાજુ ઊભા રહી સ્તુતિ કરવી.
(૭) સ્નાનાદિ કરેલાં હોય તો “દહેરાસરની વાતનો પણ ત્યાગ કરવા”રૂપ નિશીહિ બોલી ગભારામાં પ્રવેશ કરવો. (ગભારામાં પ્રવેશ્યા પછી દહેરાસર સંબંધી પણ વાતચીત કરાય નહિ)
(૮) પ્રભુની જલપૂજા, ચંદનપૂજા, અને પુષ્પપૂજા કરવી.
(૯) બહાર આવી ધૂમપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, અને ફળપૂજા કરવી.
(૧૦) પછી ચામર દ્વારા નૃત્યાદિ-હર્ષોલ્લાસાદિ કરી, નિશીહિ કહી ચૈત્યવંદન કરવું.
(૧૧) ચૈત્યવંદન પછી ઘંટનાદાદિ કરી, આવસ્સહી કહી બહાર નીકળવું.
અહીં જલાદિ પ્રથમ આઠ પ્રકારની જે પૂજા છે તે પુદ્ગલસંબંધ દ્વારા છે તેથી દ્રવ્યપૂજા કહેવાય છે. અને ચૈત્યવંદન તે ભાવપૂજા કહેવાય છે. દ્રવ્યપૂજાઓમાં જરૂર યત્કિંચિત્ હિંસા છે. પરંતુ પરંપરાએ અહિંસાનો હેતુ હોવાથી તથા રાગાદિમાંથી મુકાવવારૂપ ભાવાહિંસાનું કારણ હોવાથી સર્વથા ત્યાજ્ય નથી. જેમ પગમાં વાગેલા કાંટાને કાઢવા માટે સોય કાઢવાની હોવા છતાં પ્રથમ નાખવી પડે છે તેમ આ દ્રવ્યપૂજા અત્તે ત્યાજ્ય હોવા છતાં પ્રથમ સ્થાને ત્યાજ્ય ૧ નમો જિણાણ = જિનેશ્વર ભગવન્તોને મારા નમસ્કાર થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org