________________
તથા પાંચે પ્રભુઓનાં એકેક વિશેષણો છે. બીજી ગાથામાં સર્વે જીનેશ્વરોનાં ત્રણ વિશેષણો અને એક મોક્ષનું વિશેષણ છે. ત્રીજી ગાથામાં આગમનાં ચાર વિશેષણ છે. તથા ચોથી ગાથામાં સરસ્વતી દેવીની સ્તુતિ છે. અને ચારથી પાંચ તેનાં વિશેષણો છે.
પ્રશ્ન : શાસનાધિષ્ઠાયક દેવ-દેવીઓ અવિરતિ હોવાથી અને સાંસારિક સુખોના ભોગી હોવાથી સ્તુતિ અને નમન કરવા યોગ્ય કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર : શાસનાધિષ્ઠાયક દેવ-દેવીઓ અવિરત અને ભોગી જરૂર છે. પરંતુ તેઓ નિયમા સમ્યગ્દષ્ટિ છે. અને અધિક દૈવિક શક્તિવાળા છે. તથા શાસન પ્રત્યેની અતિશય લાગણીવાળા છે. તેથી જેમ કોઈ એક શ્રાવક ધર્મની લાગણીવાળા, ધર્મપ્રેમી, અને અધિક શક્તિ ધરાવતા બીજા શ્રાવકોને “જ્ય જિનેંદ્રાદિ” શબ્દોથી સ્તુતિ કરે છે. સર્વવિરતિ નહીં હોવા છતાં ઉપરોક્ત ગુણે કરી પ્રણામ કરે છે. ધર્મકાર્યોમાં તેનો સાથ-સહકાર ઇચ્છે છે. તેવી રીતે દેવો પણ ઉપરોક્ત ગુણોવાળા હોવાથી સાધર્મિક હોવાના કારણે અને સહાયક હોવાના કારણે સ્તવનીય અને વંદનીય છે. પરંતુ જે મહાત્માઓ પરની સહાય વિના કલ્યાણ સાધી શકે તેમ હોય, નીડર હોય, ઉપસર્ગ-પરિષહોમાં અવિચલિત હોય, મોહનો લગભગ ક્ષય કર્યો હોય તેવા સબળ મુનિઓ દેવ-દેવીઓની સહાય ન લે તો તેમાં કશું ખોટું નથી.
સારાંશ કે આપણે આત્મકલ્યાણ સાધવું છે. જો સ્વયં બળવાન હોઈએ તો પ્રભુ મહાવીરે જેમ ઇન્દ્રની સહાય ન લીધી તેમ સબળ એવા દેવોની પણ સહાય ન ઇચ્છીએ એ પણ બરાબર છે. અને નિર્બળ હોઈએ તો યશોવિજયજી, હેમચંદ્રાચાર્યાદિ મહાત્માઓએ શ્રુતપ્રાપ્તિ આદિ કાર્યોમાં સરસ્વતી આદિ દેવીઓની સાધના કરી તે પણ ઉચિત જ છે. અનેકાન્તસૃષ્ટિના ન્યાયે સબળાત્માઓએ બીજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org