________________
નિવ્વાણમન્ગે વરજાણકરૂં, પણાસિયાસેસ કુવાઇદü | મર્ચ જિણાણં સરણં બુહાણું, નમામિ નિસ્યં તિજગપ્પહાર્ણ ॥ ૩ ॥ કુરિંદુ ગોક્ખીર-તુસાર-વન્ના, સરોજહત્થા કમલે નિસન્ના 1 વાએસિરિ પુયવગહત્થા, સુહાચ સા અન્હ સા પસા | ૪ |
કલ્યાણના ભંડાર એવા પ્રથમ શ્રી ઋષભદેવપ્રભુ, તથા જિનેશ્વરમાં ચંદ્ર સમાન શાન્તિનાથ પ્રભુ, તથા મુનિના ઇન્દ્રસમાન શ્રી નેમિનાથ પ્રભુ, પ્રકાશ કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુ, તથા સારા ગુણોના એક ભંડારભૂત એવા શ્રી મહાવીરસ્વામી પ્રભુ, એમ પાંચે તીર્થકર પરમાત્માઓને હું ભક્તિથી વંદના કરું છું. || ૧ ||
અપાર એવા સંસારરૂપી સમુદ્રના પારને પામેલા, તથા દેવોના સમૂહ વડે વંદાયેલા, કલ્યાણરૂપી વેલડીના વિશાલ મૂળસમાન એવા સર્વે સિદ્ધ પરમાત્માઓ સર્વે પવિત્ર વસ્તુઓમાં એક સારભૂત એવું મોક્ષપદ મને આપો. ॥ ૨ ॥
મોક્ષના માર્ગમાં શ્રેષ્ઠ ૨થતુલ્ય, નાશ કર્યું છે સર્વે કુવાદિઓનું અભિમાન જેણે એવા, પંડિતપુરુષોને શરણ લેવા યોગ્ય, અને ત્રણે જગતમાં પ્રધાન એવા જિનેશ્વર પ્રભુઓના આગમને હું નિત્ય નમસ્કાર કરું છું. ॥ ૩ ॥
મચકુંદનું ફૂલ, ચંદ્ર, ગાયનું દૂધ, અને હિમના જેવા વર્ણવાળી, કમલ છે હાથમાં જેને એવી, કમલ ઉપર બેઠેલી, પુસ્તકોનો સમૂહ છે હાથમાં જેને એવી, શ્રી વાગેશ્વરી (સરસ્વતી) દેવી હંમેશાં અમારા સુખ માટે પ્રશસ્ત હોજો. || ૪ ||
આ ચાર ગાથાની સ્તુતિ છે. કોઈ પણ થોયના જોડાની પહેલી ગાથા એક પ્રભુની અથવા ઉપરોક્ત પાંચ પ્રભુની હોય છે. બીજી ગાથા સર્વે જિનેશ્વરોની હોય છે. ત્રીજી ગાથા આગમની હોય છે. અને ચોથી ગાથા શાસનાધિષ્ઠાયક દેવ-દેવીની હોય છે. પહેલી ગાથામાં ઋષભદેવાદિ પાંચ જિનેશ્વરોને વંદના કરેલી છે
अति सूत्र- १०८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org