________________
એટલે દોષ નથી. આ સૂત્રમાં જે નવ વસ્તુઓની પ્રભુ પાસે માગણી કરવામાં આવી છે તેના અર્થ આ પ્રમાણે :
(૧) ભવનિર્વેદ = સંસાર ઉપર કંટાળો આ સંસારમાં દુઃખ અને સુખ એમ બન્ને હોય છે. તેમાં દુઃખ ઉપર અપ્રીતિ હોવાથી કંટાળો હેજે હેજે હોય જ છે. પરંતુ સુખો તે સાચાં સુખો નથી. સુખાભાસ માત્ર છે. અનેક ઉપાધિઓથી ભરેલાં છે. માટે સુખો ઉપર કંટાળો તે ભવનિર્વેદ.
(૨) માર્થાનુસારિતા = “જિનેશ્વરપ્રભુના માર્ગને અનુસરવાપણું.” અનંત ઉપકારી જિનેશ્વર ભગવન્તોએ જે માર્ગ સંસાર તરવાનો બતાવ્યો છે તે સંપૂર્ણપણે સત્ય હોવાથી તેને અનુસરવાની બુદ્ધિ થવી તે માર્ગાનુસારિતા. - (૩) ઇષ્ટફલસિદ્ધિ = “આત્માનું ઈષ્ટફળ જે મોક્ષ, તેની સિદ્ધિ. ” આ અપાર સંસારમાં જે કંઈ સંસારસુખ ઇચ્છીએ છીએ તે વિનાશી અને દુઃખમિશ્રિત હોવાથી તુચ્છ અને અસાર છે. તેથી આત્માનું અત્યન્ત ઈષ્ટફળ સર્વોત્તમ એવું જે મોક્ષસુખ છે તેની પ્રાપ્તિ થવી તે ઈષ્ટફળસિદ્ધિ.
(૪) લોકવિરુદ્ધનો ત્યાગ= લોકાચારની દૃષ્ટિએ જે વિરુદ્ધ ગણાતું હોય તેનો જીવન પર્યન્ત ત્યાગ જેમ દુષ્ટાચાર, વ્યભિચાર, મદિરાપાન, જુગાર, ચોરી કરવી, પરસ્ત્રીસેવન ઈત્યાદિ લૌકિક દૃષ્ટિએ જે વિરુદ્ધાચાર કહેવાય તેનો ત્યાગ કરવો તે લોકવિરુદ્ધનો ત્યાગ. (અહીં લોકો જેનો વિરોધ કરે તેનો ત્યાગ એવો અર્થ ન કરવો. કારણ, જે ઘણું સર્વોત્તમ કાર્ય હોય પરંતુ મોહવશ લોકોને ન ગમતું હોય એટલે વિરોધ પણ કરે. જેમ કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હોય તો દીક્ષા જેને નથી ગમતી એવા મોહાધીન જીવો તેનો વિરોધ પણ કરે. પરંતુ તેનો ત્યાગ એવો અર્થ ન કરવો. ફક્ત લોકાચારથી જે વિરુદ્ધ ગણાતું હોય તેનો જ ત્યાગ અને હોજો.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org