________________
ઇઅ સંશુઓ મહાયશ, ભત્તિ-ભર નિભારેણ હિયણ ! તા દેવ ડિજ બોહિ ભવે ભવે પાસ ! જિયચંદ ! ! ! !
આ સ્તોત્ર શ્રી ભદ્રબાહુસ્વામીએ બનાવ્યું છે. તેમના ભાઈ વરાહમિહિરે જૈન દીક્ષા ગ્રહણ કર્યા પછી કોઈ અગમ્ય કારણવશાત્ દીક્ષા છોડી જ્યોતિષ બતાવવા દ્વારા જીવનનિર્વાહ કરતા. પરંતુ એક વખત રાજાના પુત્રનું આયુષ્ય જણાવવા બાબતમાં તેમનું જ્યોતિષ ખોટુ પડતાં લાચાર બનેલા તે મૃત્યુ પામી વ્યંતરદેવ થયા. અને જૈનસંઘમાં મહાન રોગ ફેલાવ્યો. તે વખતે પૂ. શ્રી. ભદ્રબાહુસ્વામીએ આ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી અને સંઘને મુખપાઠ કરવાનું કહ્યું. તેના પ્રભાવથી મહાન ઉપદ્રવ દૂર થયો.
ઉપસર્ગોને દૂર કરનારા એવા, પાર્થ નામનો યક્ષ છે જેમને એવા, કર્મોના સમૂહથી મુકાયેલા, ઝેરી સર્પોના પણ વિષનો નાશ કરનારા, મંગલ અને કલ્યાણના ભંડાર એવા શ્રી પાર્શ્વનાથ ભગવત્તને હું વંદન કરું છું. મેં ૧ |
પાર્શ્વનાથ પ્રભુનો પાર્શ્વ નામનો યક્ષ છે. દેવ-મનુષ્ય-પશુ અને પક્ષીઓ વડે કરાયેલી આપત્તિઓને ઉપસર્ગ કહેવાય છે. પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરનારાઓ ઉપર ભક્તિના પ્રભાવે ખુશ થયેલો પાર્શ્વયક્ષ ઉપસર્ગોને દૂર કરે છે. પાર્શ્વનાથ પ્રભુનું નામસ્મરણ પણ ઝેરી સર્પોના ઝેરને દૂર કરનાર છે. એટલું જ નહિ પરંતુ વિષધર એવા કોઈ પણ પ્રાણીઓ વીંછી વગેરેના વિષને પણ દૂર કરનાર છે. આપત્તિઓનો વિનાશ એ મંગલ, અને સંપત્તિઓની પ્રાપ્તિ એ કલ્યાણ, પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ મંગળ અને લ્યાણને કરનારી છે. ૧ /
વિષધર અને ફલિંગ શબ્દો જેમાં આવે છે એવો ૧૮ અક્ષરોનો બનેલો પાર્શ્વનાથ ભગવન્તનો મંત્ર જે મનુષ્ય હંમેશાં કંઠમાં ધારણ
૧ આપત્તિઓ મુશ્કેલીઓ, સંકટો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org