________________
ધમ્મદેસયાણ = ધર્મની દેશના આપનારા. જગતના સામાન્ય માનવીમાં ન સંભવી શકે એવા અદ્ભુત ૩૫ ગુણોથી ભરેલી એવી ભવ્ય ધર્મદેશના આપનારા. જેમની દેશના માત્રથી અતિશયઘણા અહંકારાદિવાળા ઇન્દ્રભૂતિ આદિ પણ ધર્મ પામ્યા.
ધમ્મનાયગાણું = ધર્મના નાયક, અરિહંત ભગવંતો તીર્થંકર નામકર્મના ઉદયથી ધર્મદેશના આપવા દ્વારા ચતુર્વિધ શ્રી શ્રમણસંઘની સ્થાપના કરનારા છે. ચતુર્વિધ શ્રી શ્રમણ સંઘ તથા ગણધરાદિ મહાત્માઓ તેમનાથી પ્રતિબોધ પામ્યા છે. તેથી તે સર્વે સંઘ અરિહંત ભગવંતોને ધર્મના નાયક=ધર્મ આપનાર નેતા તરીકે સ્વીકારે છે.
ધમ્મસારહી = ધર્મના સારથી, ઉન્માર્ગે જતા રથને સારથિ જેમ માર્ગે લાવે છે તેમ અરિહંત ભગવન્તો સંસારી જીવોને ધર્મોપદેશ દ્વારા ઉન્માર્ગમાંથી માર્ગે લાવે છે. અધર્મમાંથી ધર્મમાં વાળે છે. માટે ધર્મના રસ્તે ચડાવવામાં સારથિ સમાન છે.
ધમ્મવર-ચાઉસંત ચક્કવટ્ટીણું = ચારે ગતિ રૂપ સંસારનો અંત કરનારા એવા ધર્મરૂપી ચક્રરત્નવાળા. જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે પૂર્વ-પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશામાં રહેલા શત્રુરાજાઓને જીતીને છ ખંડનું અખંડ રાજ્ય પ્રાપ્ત કરે છે. તેવી રીતે તીર્થંકર ભગવંતો ધર્મદેશનારૂપ ચક્ર વડે ચારે ગતિનો અંત કરીને અક્ષય અખંડ અનંત શાશ્વત સુખ પામનારા છે. માટે ધર્મચક્ર વડે ચક્રવર્તી સમાન.
અપ્પડિહય-વરનાણદંસણધરાણું = અપ્રતિહત એવાં શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધારણ કરવાવાળા. અરિહંત ભગવંતોને કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. તે જગતના ખૂણે ખૂણે રહેલા સૂક્ષ્મ-બાદર તમામ પદાર્થોને જોવા-જાણવામાં ક્યાંય સ્કૂલના પામતાં નથી. માટે અપ્રતિહત કહ્યાં છે. વળી બીજાં જ્ઞાન-દર્શનો ક્ષયોપશમભાવનાં ૧ અપ્રતિકત= કોઈનાથી ન હણાય તેવું.
છે. *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org