________________
આજીવિકાભય પોતાનું જીવન જીવવાનો ધસંસાર ચલાવવાનોઆવકનો ભય. (૬) મરણભય = મરવાનો ભય. મૃત્યુનાં કારણો આવે તેનાથી ડરતા રહેવું તે. (૭) અપયશભય =જગતમાં સાચાંખોટાં કોઈ પણ કારણસર અપકીર્તિ ફેલાય તેનો ભય.
આ સાતે ભયોથી અરિહંતપરમાત્મા જગતના જીવને ધર્મોપદેશ વડે મુકાવનારા છે તેથી ભયરહિત જે સ્થિતિ તે અભય આપનારા એવા અરિહંત ભગવંતો.
ચખુદયાણું = અન્તર્થક્ષ આપનારા, જગતનાં તત્ત્વો ઉપરની યથાર્થ શ્રદ્ધા-રુચિ અરિહંત ભગવન્તોની દેશનાથી જ પ્રગટ થાય છે માટે તેઓ અંતર્થક્ષુ ખોલનારા છે.
મગ્નદયાણું = સાચો માર્ગ આપનારા. આત્માને અપુનબંધકાદિ અવસ્થાના ક્રમે સમ્યકત્વ-સંયમ- ક્ષપકશ્રેણી-કેવળજ્ઞાનાદિ પ્રાપ્ત કરવાના સાચા માર્ગને બતાવનારા.
સરણદયાણું = સાચું શરણ આપનારા. સંસારમાં જેમ રોગથી પીડાતાને વૈદ્ય શરણરૂપ છે તેમ રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાનાદિ આંતરિક શત્રુઓથી પીડાતા આ જીવોને અરિહંત ભગવન્તો તત્ત્વદર્શન-મુક્તિઉપાયાદિ બતાવવા વડે શરણ આપનારા છે.
બોડિદયાણું = બોધિબીજ આપનારા. બોધિબીજ એટલે સમ્યક્ત્વ=વીતરાગ ભગવંતપ્રણીત તત્ત્વની પ્રાપ્તિ. અરિહંત ભગવંતો તીર્થંકર નામકર્મના ઉદયથી સહજપણે જ પરોપકારરસિક અને અચિત્ત્વશક્તિમાન હોય છે તેમની અપૂર્વ વાણીથી જીવોને બહુધા બોધિબીજની અવશ્ય પ્રાપ્તિ થાય છે. માટે બોધિબીજ આપનારા.
ધમ્મદયાણું = ધર્મ આપનારા. એટલે દુર્ગતિમાં પડતા આત્માને બચાવે એવો સમ્યજ્ઞાન અને સમ્યગ્યારિત્ર સ્વરૂપ જે ધર્મ, તે આપનારા. ૧ અપુનબંધકાદિ = ફરીથી કર્મોની દીર્ધ સ્થિતિ ન બંધાય તે; લધુકર્મીપણું ૨ બહુધા= ઘણું કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org