________________
પરિમિત વિષયવાળાં છે; અને આ કેવળજ્ઞાન-કેળદર્શન ક્ષાયિક ભાવનાં તથા અપરિમિત વિષયવાળાં છે માટે શ્રેષ્ઠ કહ્યાં છે. વસ્તુને સામાન્ય ધર્મથી જાણવું તે દર્શન અને વસ્તુને વિશેષથી જાણવું તે જ્ઞાન કહેવાય છે. છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન હોય છે. અને કેવલજ્ઞાની ને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન હોય છે. અથવા બંને સાથે પણ અપેક્ષાવિશેષ હોય છે. માટે અપ્રતિહિત એવા શ્રેષ્ઠ જ્ઞાન-દર્શનને ધારણ કરવા વાળા.
વિટ્ટછઉમાણ = છક્વસ્થ અવસ્થા જેમની ચાલી ગઈ છે એવા. કેવલજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવ છદ્મસ્થ અવસ્થાવાળા હોય છે. ફરીથી કદાપિ તેઓને છહ્મસ્થ અવસ્થા આવતી નથી.
જિણાણું-જાવયાણું = સંસાર પરિભ્રમણનું મૂલકારણ રાગવૈષ-મોહ અને અજ્ઞાન છે. આવા પ્રકારના ભાવશત્રુઓને અરિહંત ભગવન્તોએ જીત્યા છે. તથા ઉત્તમ ધર્મદેશના વડે બીજાને પણ રાગાદિ દોષોમાંથી જિતાડનારા છે.
તિજ્ઞાણે તારયાણું = પોતે સંસારથી તરેલા અને બીજાને તારનારા. અરિહંત ભગવન્તો મોહનીય કર્મનો નાશ કરવા વડે સંસારથી તરેલા છે અને અપૂર્વ ભવ્ય ધર્મદેશના વડે સંસારી જીવોને પણ તારનારા છે.
બુદ્ધાણં બોયાણ = પોતે બોધ પામેલા અને બીજાને બોધ પમાડનારા. અરિહંત ભગવત્તો સ્વયંસંબુદ્ધ હોવાથી જન્મે ત્યારથી જ નિત્ય- વૈરાગી હોય છે. તેથી સ્વયં પોતે બોધ પામેલા છે. અને અભુત ધર્મદેશના વડે બીજાને બોધ પમાડનારા છે.
મુત્તાણું મોઅગાણું = પોતે મોક્ષે ગયેલા અને બીજાને મોક્ષ
૧ ભાવશત્રુઓને= આત્માના આન્તરિક શત્રુઓ. ૨ સ્વયંસંબુદ્ધ= સ્વયં પોતાની મેળે બોધ પામેલા. ૩ નિત્યવૈરાગી= કાયમ વૈરાગવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org