________________
આલંબન લેવામાં કંઈક દ્રવ્યહિંસાવાળુ હોય તો તે ગૌણ છે. આ દ્રવ્યહિંસાથી આરંભ સમારંભ તો લાગે જ છે. પરંતુ નિરૂપાય હોવાથી આચરવાં પડે છે. અને એટલા માટે જ મંદિર-ઉપાશ્રયમાં જઈને ઈરિયાવહિયં કરવામાં આવે છે. પરંતુદ્રવ્યહિંસા માત્ર દેખીને ભાવહિંસાથી બચાવનાર અનુષ્ઠાનોને છોડી દેવા જોઈએ નહિ. જો આ અર્થને યુક્તિસંગત હોવા છતાં નહી સમજીએ તો ધર્મક્રિયા કરવા માટે સ્થાન બનાવવામાં અને આશ્રમ બનાવવામાં પણ આરંભ-સમારંભ થાય જ છે. તે પણ છોડી દેવાં પડે એવો અર્થ થાય, છતાં ધર્મક્રિયાનો હેતુ હોવાથી જેમ ત્યાં દ્રવ્યહિંસા ગૌણ થાય છે. તેવી જ રીતે મૂર્તિમંદિરમાં પણ દ્રવ્યહિંસા ચોકક્સ છે જ, છતાં અધિક્લાભ હોવાથી તેને ગૌણ કરવી જોઈએ. - વળી જે મહાત્માઓ બાહ્ય આલંબન વિના પોતાના આત્માના અધ્યાત્મ બળે મોહરાજાને જીતી શકે તેવા સમર્થ છે. તેવા મહાપુરુષોને આ બાહ્ય આલંબન જરૂરી નથી. જેમ કે મરૂદેવા માતા, ઈલાચીપુત્ર, ગુણસાગર, પૃથ્વીચંદ્ર, ચીલાતીપુત્ર, ઈત્યાદિ અનેક આત્માઓ મૂર્તિમંદિરના આલંબન વિના પણ પોતાના ઉત્કૃષ્ટવૈરાગ્યબળે પણ ભવસાગર તર્યા છે. માટે આલંબનનો સ્વીકાર અનેકાન્તિક છે. દરિયામાં પડેલાનો સ્વયં તરતાં આવડતું હોય તો પાટીયાની જરૂર નથી. અને જો સ્વયં તરતાં ન આવડતું હોય તો જરૂરીયાત પણ ચોકકસ છે જ માટે અનૈકાન્તિક વાતને એકાત્તિક કરવી તે ઉચિત નથી. ખોટાં આલંબન દેખાડી ભોળા જીવને ભોળવવા જોઈએ નહિ.
“આલંબન કુડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે ! આણાભંગતિલક તે કાળ, થાપ આપનિલા ડેરા સાડા ત્રણસોનું સ્તવન. ઢાળ પહેલી, ગાથા ત્રીજી.
જૈન દર્શનમાં પ્રાથમિક જીવોને વીતરાગની મૂર્તિ તથા તેનું આલંબન સંસારસાગર તરવામાં જરૂરી છે. માટે હિંસા માત્ર દેખીને તેનો ૧ નિરૂપાય = ઉપાય વિના
( પ્રતિમા - ૩૯ કરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org