________________
(તસ્સ ઉત્તરી સૂત્ર -૬ તસ્ય ઉત્તરીકરણેણં, પાચત્તિ કરણેણં, વિસોહિકરણેણં, વિસલ્લીકરણેણંપાવાણંકમ્માણંનિષ્ણાયણકાએકામિકાઉસગ્ગ.
પૂર્વે કહેલા ઇરિયાવહિયં નામના પાંચમા સૂત્રથી પાપોની ક્ષમા તો યાચી. પરંતુ આ જીવને તે કરેલાં પાપોનો ડંખ હૈયામાંથી જતો નથી. એ જીવને એમ થાય છે કે મેં આવી જીવહિંસા કરી છે. તો હવે મારું શું થાશે? એટલે તે જીવને ફરી ફરી આવાં પાપોની શુદ્ધિ કરવા માટે પોતાના આત્માને સ્વયં કંઈક પણ શિક્ષા કરવાનું મન થાય છે. જો હું આ જીવને કંઈ પણ શિક્ષા નહિ કરું તો આ જીવ ફરી આવાં પાપો કરશે. તેથી તે પાપોત્રી વધારે શુદ્ધિ કરવા, કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરવા, આત્માની વિશુદ્ધિ કરવા, અને આ જીવને શલ્ય (પાપ) વિનાનો બનાવવા માટે કરેલાં પાપોના નાશ માટે આત્માને શિક્ષા કરવા રૂપ હું કાઉસ્સગ્ન કરું છું.
પ્રાચીનકાળમાં સ્કૂલમાં છોકરાઓ પોતાનો અભ્યાસ બરાબર ન કરે તો શિક્ષક સાહેબ છોકરાઓને ઊભા રાખતા, અંગૂઠા પકડાવતા, આંકણી મારતા, વારંવાર લખવા આપતા, આવી શિક્ષાઓથી જીવ બેદરકારી ન રાખે તેવી રીતે આ કાયોત્સર્ગ એ પણ કરેલી જીવહિંસાના પાપ માટે દંડ કરવા સ્વરૂપ છે. આવી શિક્ષાથી આત્માને કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત થાય=પસ્તાવો થાય, આત્મા વિશુદ્ધ થાય, અને શલ્યરહિત થાય. માટે હવે સ્વયં પોતાને શિક્ષા આપે છે. કાઉસ્સગ્ન એ શિક્ષાત્મક
છે.
કાઉસ્સગ્ન આ શબ્દ પ્રાકૃત છે, કાયોત્સર્ગ આ શબ્દ સંસ્કૃત છે. કાયાની તમામ ચેષ્ટાઓ-પ્રવૃત્તિઓ-હલન-ચલન બંધ કરવાં અટકાવવા
૧ ડંખ = દુઃખ, પસ્તીવો. ૨ પ્રાચીનકાળમાં = ભૂતકાળમાં. ૩ આંકણી = લાકડાની સોટી. ૪ બેદરકારી = ઉપેક્ષા ૫. શલ્ય - ડંખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org