________________
થઈ શકે. પરંતુ તે વખતે ‘સજ્ઝાય સંદિસાહું’’ ને બદલે ‘‘સજ્ઝાયમાં છું ''એમ બોલવું જોઈએ કા૨ણ કે આ આત્મા પહેલા સામાઈકથી જ સ્વાધ્યાયમાં છે.- તથા ત્રણ સામાઈક પછી પણ સામાયિક કરવું હોય તો પાળીને કરવું જોઈએ. કારણ કે શારીરિક અથવા સંસારિક કોઈ કામકાજ આવી પડ્યું હોય તો તે પતાવી શકાય. જેથી સ્થિરતામાં ભંગ ન પડે અને આ જીવને આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય.
પ્રશ્ન :- “કરેમિભંતે સૂત્ર” સામાયિક લેતાં બોલાય છે. અને ‘‘સામાઇય વયાત્તો સૂત્ર સામાયિક પાળતાં બોલાય છે. તો સામાયિક લેવાની અને પાળવાની વિધિ શું ? તથા ‘સામાયિક સંદિસાહું” વગેરે બોલાતા શબ્દોના ભાવાર્થ શું ?
ઉત્તર ઃ- સામાયિક લેવાની વિધિ આ પ્રમાણે છે.
સામાયિકમાં આપણું બેસવું-ઊઠવું-બોલવું વગેરે વિવેકવાળું બને તેવા આશયથી સૌ પ્રથમ કલ્પિતગુરુજીની સ્થાપના કરવા માટે જ્ઞાનાદિનાં સાધનો પુસ્તકાદિ ઊંચા આસને સ્થાપીને નવકાર-પંચિંદિય સૂત્ર બોલવા વડે ગુરુજીની સ્થાપના કરવી. તે વખતે મુહપત્તી ડાબા હાથમાં રાખી જમણો હાથ ગુરુજીની સન્મુખ રાખવો. (જાણે સ્થાપનાચાર્યમાં ગુરુજીના ગુણોનું આરોપણ કરતા હોઈએ એવી હાથની મુદ્રા ક૨વી.) સામાયિક કરતાં શરીર ઉપર શુદ્ધ વસ્ત્રો પહેરવાં, ઉપકરણમાં ચરવળો, કટાસણું, મુહમત્તિ રાખવી. ચરવળો હાલતાચાલતા જીવોની રક્ષા માટે છે. મુહપત્તી વાઉકાય જીવોની રક્ષા માટે છે. અને કટાસણું કીડી આદિ સૂક્ષ્મ જીવોની રક્ષા માટે છે. સ્વાધ્યાય માટે સારું પુસ્તક પણ રાખવું. પછી એક ખમાસમણ બોલી ઇરિયાવહિયં-તસ્સ ઉત્તરી-અન્નત્થ સૂત્ર બોલી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ
૧ સ્વાધ્યાય= આત્મચિંતન. ૨ આર્તધ્યાન= ઇષ્ટવસ્તુના વિયોગાદિથી થતી ચિંતા. ૩ રૌદ્રધ્યાન= હિંસાદિના વિચારો. ૪ કલ્પિતગુરુ= આ સાક્ષાત્ ગુરુ જ છે એવી કલ્પના.
૫ ઉપકરણ= સાધન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org