________________
આહાર છોડે છે. સામાયિકાદિ કરવા વડે સંસારનો સંબંધ ત્યજે છે. મદિરાદિમાં દર્શન કરવા જતાં ભંડારોમાં નાણું નાખવાથી ધન ત્યજે છે. યથાશક્તિ ઉછામણી લેવા વડે પૈસાનો મોહ ત્યજે છે. અર્થાત્ કંઈક ને કંઈક ત્યજે છે. ભોગોને પોષતો નથી પરંતુ ભોગો ત્યજે છે. જ્યારે અન્યદર્શનનાં પર્વો જેવાં કે રામનવમી, મહાશિવરાત્રિ, જન્માષ્ટમી વગેરેની ઉજવણી જુદી રીતે દેખાય છે. જૈનોમાં ભોગોના ત્યાગની સંસ્કૃતિ ગળથુથીથી જ વસેલી છે. આવો અમૂલ્ય અવસર ફરી પ્રાપ્ત થવો મુશ્કેલ છે.
આ કરેમિ ભંતે સૂત્રમાં મન-વચન અને કાયા એમ ત્રણે પ્રકારે પાપોનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. તથા ગૃહસ્થને “ન કરવું” અને “ન કરાવવું” એમ બે જ પ્રકારનો ત્યાગ જણાવ્યો છે. પરંતુ સાધુસાધ્વીજી ભગવન્તોને “ન કરવું, ન કરાવવું, અને ન અનુમોદવું” એમ ત્રણે પ્રકારે પાપનો ત્યાગ જણાવ્યો છે. એટલા માટે મૂલસૂત્રમાં તેઓના માટે “કરંત ન સમણુજાણામિ” આટલો પાઠ વધારે બોલાય છે. આ મન-વચન-કાયા તથા કરણ-કરાવણ-અનુમોદનની પરસ્પર જોડણીથી ૪૯ ભાંગા થાય છે. (૧) મનથી
(૧) પાપ કરવું નહિ. (૨) વચનથી (૨) પાપ કરાવવું નહિ. (૩) કાયાથી (૩) પાપ અનુમોદવું નહિ. (૪) મન-વચનથી (૪) પાપ કરવું-કરાવવું નહિ. (૫) મન-કાયાથી (૫) પાપ કરવું-અનુમોદવું નહિ. (૬) વચન-કાયાથી (૬) પાપ કરાવવું-અનુમોદવું નહિ. (૭) મન-વચન-કાયાથી (૭) પાપ કરવું-કરાવવું-અનુમોદવું નહિ.
આ પ્રમાણે પ્રથમના સાતને ક્રમશઃ પાછળના સાતની સાથે જોડવાથી ૭૮૭=૪૯ ભાંગા થાય છે. ભૂતકાળ-વર્તમાનકાળ-ભવિષ્યકાળ ૧ ગળથુથીથી= બચપણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org