________________
દીક્ષા ગ્રહણ કરે ત્યારથી જ જીવે ત્યાં સુધી આવું સામાયિક વ્રત આપવામાં આવે છે. અને ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓને પોતાના ધરના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ અલ્પ ટાઈમ માટે સંસારવ્યવહાર ત્યજી સાધુના જેવું આચરણ કરવારૂપ સામાયિક વ્રત આપવામાં આવે છે. અડતાલીસ મિનિટ સામાયિકમાં રહેલો ગૃહસ્થ પણ સાધુના જેવો આરંભ-સમારંભનો ત્યાગી છે. અને વ્રતવાળો છે. સમભાવમાં રહેવાવાળો છે. આ સૂત્ર તીર્થકર ભગવન્તોના મુખે બોલાએલું છે. કારણ કે તેઓ જ્યારે દીક્ષા લે છે ત્યારે આ સૂત્ર બોલે છે. - અવશ્ય કરવા લાયક જે કાર્યો તેને આવશ્યક કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં ૬ આવશ્યક કહ્યાં છે (૧) સામાયિક, (૨) ચઉવીસન્થો, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાઉસ્સગ્ગ (૬) પચ્ચકખાણ. આ છ એ આવશ્યકો બહુ જ સૂક્ષ્મ રીતે કરેમિભંતે સૂત્રમાં ગૂંથેલાં છે, રચેલાં છે. તેનો અર્થ આ પ્રમાણે છે :
(૧) સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિકાવશ્યક, “કરેમિ સામાઇઅં” આ પદમાં પહેલું સામાયિકાવશ્યક આવે છે. હું સામાયિક કરું છું.
(૨) ચોવીસે ભગવન્તોની સ્તુતિ તે ચકવીસત્યો આવશ્યક, “ભતે ” આવું કરેમિ પદના પાસેનું જે પદ છે તે બીજું આવશ્યક છે. હે ભગવન્તો.
(૩) ગુરુજીને પ્રણામ કરવો તે વંદનાવશ્યક “ભતે” આવું તસ પછીનું જે પદ છે તે ત્રીજુ વંદનાવશ્યક. હે ગુરૂભગવન્તો ! હું તમને નમસ્કાર કરીને પાપો નહિ કરવાની પ્રતિજ્ઞા કરું છું.
(૪) થઈ ગયેલાં પાપોની ક્ષમા માગવી તે પ્રતિક્રમણાવશ્યક, “પડિક્કમામિ” એ પદમાં પ્રતિક્રમણઆવશ્યક ચોથે આવે છે. હું ૧ ગૃહસ્થ= ઘરમાં રહેલા જીવો, ઘરવાળા. ૨ આરંભ= સમારંભ=પ્રાણીઓની હિંસા. ૩ સૂક્ષ્મ રીતે= ગર્ભિત રીતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org