________________
બુદ્ધિ, આયુષ્ય, શરીરનું માપ, સજ્જનતા, સંસ્કારિમત્તા વધતી જાય તેને ચડતો કાળ અર્થાત્ ઉત્સર્પિણી કહેવાય છે. અને જે કાળમાં દિવસે દિવસે લોકોની બુદ્ધિ, આયુષ્ય, શરીરનું માપ વગેરે ઘટતાં જાય તેને અવસર્પિણી કહેવાય છે.
ઉત્સર્પિણી (ચડતો કાળ), અવસર્પિણી (પડતો કાળ) ફક્ત ભરત-ઐરાવત એમ બે ક્ષેત્રોમાં જ હોય છે. તેના છ-છ ભાગ છે. તે છ-છ ભાગને આરા કહેવાય છે. બાર ભાગો મળીને ગાડાના પૈડાની જેમ કાળનું આ ચક્ર બને છે. એટલે તેને કાળચક્ર કહેવાય છે. એક કાળચક્રમાં એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી તથા તે બન્નેના મળીને બાર આરા આવે છે. તેમાંથી હાલ અવસર્પિણી કાળનો પાંચમો આરો ચાલે છે.
પ્રશ્ન :- આ છએ આરાનાં વર્ષો કેટલાં કેટલાં ? છએનાં નામ શું ?
ઉત્તર ઃ- અવસર્પિણીના પહેલા આરાનું નામ ‘સુષમા-સુષમા (સુખ જ સુખ) છે. બીજા આરાનું નામ “સુષમા' (અધિક સુખ) છે. ત્રીજાનું નામ ‘સુષમા-દુષમા” (વધુ સુખ અને ઓછું દુઃખ), ચોથા આરાનું નામ “દુષમા-સુષમા'' (વધુ દુઃખ અને ઓછું સુખ) છે. પાંચમા આરાનું નામ ‘દુ:ષમા’” (દુઃખ જ) છે. અને છઠ્ઠા આરાનુંનામ “દુઃષમા-દુઃષમા” (દુઃખ જ દુઃખ) છે આ છ નામો અવસર્પિણીનાં સમજવાં. તેના ઊલટાક્રમે છ નામો ઉત્સર્પિણીના છ આરાનાં સમજવાં. છએ આરાના કાળનું માપ આ પ્રમાણે છે. (૧) સુષમા-સુષમા આરો ઃ ચાર કોડા-કોડી સાગરોપમ પ્રમાણનો હોય છે.
૧ સાગરોપમ :- ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો, અને ચાર ગાઉ ઊંડો એવો કૂવો બનાવીએ, તેમાં મનુષ્યના માથાના વાળ ભરીએ, તે પણ મૂંડન કરાયા પછી સાત દિવસમાં ઊગેલા વાળ ભરવા એકેક વાળના અસંખ્ય ટુકડા કરીને ભરવા. પછી સો-સો વર્ષે એકેક ટુકડો કાઢતાં કાઢતાં જેટલા વર્ષે આ કૂવો ખાલી થાય, તેટલા વર્ષનું નામ એક પલ્યોપમ કહેવાય છે. તેવાં દસ કોડાકોડી પલ્યોપમોનું એક સાગરોપમ થાય છે. આવાં દસ કોડાકોડી સાગરોપમની ઉત્સર્પિણી અને દસ કોડાકોડી સાગરોપમની અવસર્પિણી થાય છે.
-તેવપ્રકામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org