________________
તીર્થંકર ભગવન્તોની સ્તુતિ છે માટે આ સૂત્રનું બીજું નામ ચઉવીસત્યો પણ છે.
ઋષભદેવ પ્રભુ ત્રીજા આરાના છેડે થયા છે. અને અજિતનાથ ભગવાનથી માંડીને ચોવીસમા શ્રી ભગવાન મહાવીરસ્વામી સુધીના તીર્થકર ભગવન્તો ચોથા આરામાં થયા છે તે ચોવીસે ભગવન્તોની આ સૂત્રમાં સ્તુતિ-પ્રાર્થના-વંદના કરવામાં આવી છે. એવી જ રીતે આવતી ચોવીસમાં પણ ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પદ્મનાભ વગેરે ત્રેવીસ તીર્થકર ભગવત્તો થશે અને ચોથા આરામાં ચોવીશમા ભગવાન થશે.
પહેલી ગાથામાં ચોવીસે ભગવન્તોનાં વિશેષણો છે કે લોકને વિષે ઉદ્યોત કરનારા, ધર્મતીર્થને સ્થાપનારા, રાગદ્વેષને જીતનારા ચોવીસે કેવલજ્ઞાની અરિહંત પરમાત્માઓની નામ લેવાપૂર્વક હું સ્તુતિ કરીશ. |૨ |.
બીજી ત્રીજી અને ચોથી ગાથામાં ર૪ તીર્થકર ભગવન્તોનાં નામો છે: (૧) ઋષભદેવ, (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪) અભિનંદનસ્વામી, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદ્રપ્રભુજી, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય સ્વામી, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ,
૧. સુવિધિનાથ = જેમનું બીજું નામ પુષ્પદંત છે તે. ૨. રજ અને મેલ વિનાના = આત્મા સાથે મંદ મંદ બંધાયેલા કર્મો તે રજ અને અતિશય તીવ્ર બંધાયેલા કર્મો તે મેલ કહેવાય છે. જેમ કપડા ઉપર પડેલી ધૂળને રજ કહેવાય છે. એ કપડું તેલના ડાઘવાળું હોય ત્યારે જે ધૂળ પડે તેને મેલ કહેવાય છે. તેમ મંદકર્મ તથા તીવ્રકર્મને રજ અને મેલ કહેવાય છે. ૩. આરોગ્ય = શરીર નીરોગી તે દ્રવ્યઆરોગ્ય, અને આત્માની નિર્મળતા તે ભાવઆરોગ્ય. ૪. બોધિબીજ = સમ્યક્ત સાચા ધર્મની રુચિ.
* *
* * *
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org