________________
ત્યાગ ન કરવો, તથા પ્રતિમાદિ સંસારસાગર તરવામાં નિમિત્ત માત્ર છે. કર્તા નથી. તેથી તે પ્રતિમાદિ મને તારશે એમ માની લેવું જોઈએ નહિ, પ્રતિમાદિન- આલંબનોને પ્રાપ્ત કરીને આત્મામાંથી સંસારનો મોહ કાઢવા માટે તેને નિમિત્તરૂપે જોડવાં જોઈએ. “સુથાર કુહાડા વડે લાકડુ કાપી શકે છે પરંતુ કુહાડાને લાકડું કાપવાનું ભળાવી દે તો કુહાડો લાકડું કાપી આપતો નથી. પરંતુ જ્યાંથી જે રીતે લાકડું કાપવું હોય ત્યાંથી તે રીતે કુહાડાનો ઉપયોગ સુથારે કરવો જોઈએ તે રીતે મૂર્તિપૂજક આત્માઓએ પણ સમજી લેવું જોઈએ કે મૂર્તિને તારવાનો હવાલો સોંપીશું તો મૂર્તિ તારતી નથી. પરંતુ આત્મામાંથી જ્યાંથી જે રીતે મોહ કાઢવો છે ત્યાંથી તે રીતે વીતરાગની મૂર્તિને આલંબનરૂપે જોડીશું તો મૂર્તિના આલંબનથી જરૂર સંસારતરાશે. આટલા જ માટે જૈનશાસ્ત્રોમાં પાંચ પ્રકારના યોગોમાં આલંબન અને નિરાલંબન એમ બે પ્રકારના યોગો આવે છે. પૂ. હરિભદ્રસૂરિજી મ. કૃત યોગવિંશિકામાં જણાવ્યું છે કે
" ठाणुन्नत्थालंबण रहिओ तंतम्मि पंचहा एसो।
दुगमित्थ कम्मजो, जहा यिं नाणजोगो उ॥२॥ (૧) સ્થાનયોગ, (૨) ઉર્ણયોગ, (૩) અર્થયોગ, (૪) આલંબન યોગ, અને (૫) નિરાલંબન યોગ- એમ જૈનશાસ્ત્રમાં પાંચ પ્રકારનો યોગ કહ્યો છે. તે પાંચમાં પ્રથમના બે પ્રકારનો યોગ તે કર્મયોગ છે ક્રિયાયોગ છે. અને પાછલો ત્રણ પ્રકારનો યોગ તે જ્ઞાનયોગ છે. એમ આલંબન અને નિરાલંબન બન્ને યોગોથી સંસાર તરી શકાય છે.
(ઇચ્છામિ ખમાસમણો સૂત્ર - ૩)
ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજાએ નિસીહિઆએ મFણ વધામિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org