________________
જન શશિકાન્ત. નથી. જ્યારે તમે તત્વષ્ટિથી જોશે, ત્યારે તમને માલમ પડશે કે, આ પણું કુળ, શરીર કે બીજું કાંઈ શ્રાવક નથી. પણ આપણા આત્માના જે ગુણો છે, તે આપણને શ્રાવક એવા નામથી ઓળખાવે છે. જે. નામાં જીવદયા હોય, સદાચાર હોય, સુબુદ્ધિ હેય અને શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મઉપર શ્રદ્ધા (સમ્યકત્વ) હોય, તેવા ગુણવાળે આત્મા શ્રાવક કહેવાય છે. તેથી દરેક શ્રાવક નામધારી વ્યક્તિએ આત્માની સાથે વિચાર કરવાને છે કે, કોણ છું? ” જ્યારે આ વિચાર સૂક્ષમબુદ્ધિથી કરવામાં આવે, ત્યારે ભવિ મનુષ્ય પોતાના સ્વરૂપને ઓળખી શકે છે. જ્યારે પિતાનું સ્વરૂપ ઓળખવામાં આવ્યું, એટલે તેને પછી પિતાનામાં જે ખામી-ખોટ હોય, તે દેખાઈ આવે છે. “હું શ્રાવક છું” એવું જ્યારે તેના સમજવામાં આવ્યું, ત્યારે તે પિતાનામાં શ્રાવકના શા ગુણ છે? અથવા છે કે નહીં? આ વિચાર કરતાં જે તેનામાં શ્રાવક ગુણ હોય છે, તે જણાઈ આવે છે. અને જો શ્રાવકના ગુણ ન હોય, અને માત્ર નામધારી શ્રાવક ગણતા હોય , તે શ્રાવકના ગુણ વાળ થવાની ઈચ્છા કરે છે.
હે શિષ્ય, તેથી આ સંસારમાં ભાવિજીવે પ્રથમ (હું કેણ છું)એ જાણવું જોઈએ. જ્યારે પિતતાના સ્વરૂપને ઓળખે તે પછી તેને જ્ઞાન મેળવવાની વિશેષ ઈચ્છા થાય છે. જ્ઞાન મેળવ્યા પછી તેના હદયમાં બંધ થાય છે. અને જ્યારે હૃદય પ્રબુદ્ધ થયું, એટલે તે ધર્મને પામે છે. અને ધર્મની પ્રાપ્તિ થવી–એજ શ્રાવક જીવનની સાર્થક્તા છે. જ્યારે શ્રાવક જીવનની સાર્થકતા થઈ તે પછી તે સદ્ગતિનું પાત્ર થાય, તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. તેથી હે શ્રાવકશિષ્ય, સર્વ ભવિજીએ પ્રથમ (હું કોણ છું) એ જાણવું જોઈએ, અને તે જાણીને પોતાને શ્રાવક અવતાર સફળ કરે જોઈએ. જેથી નીચેનું મહાવાકય યથાર્થ થાય.
“તરદ્ધિનાઢ્ય યાત્મપરિચિંતન.”
અર્થ “જે આત્મ સ્વરૂપનું ચિંતવન કરવું, તેજ શ્રાવક જન્મનું સાફલ્ય છે.”
- મ
ન
-
કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com