________________
[6]
ચંપક શ્રેષ્ઠી
ધન્યપુર નગરમાં ચંપકશ્રેષ્ઠી નામનો એક ધર્મિષ્ઠ અને વ્રતધારી શ્રાવક હતો. દરરોજ સામાયિક-પ્રતિક્રમણ અને પર્વના દિવસે પૌષધ કરતો. પૌષધ પાર્યા બાદ તે ગુરુમહારાજને વિનયથી પ્રાર્થના કરી કહેતો, “ગુરુદેવ! મારા ઘરે પધારી ભાત-પાણીનો લાભ આપવા કૃપા કરજો” એમ વિનવી તે ઘરે જતો. ગોચરીનો સમય થાય ત્યારે પાછો ઉપાશ્રયે જઈ ગુરુ મહારાજને ગોચરી માટે ઘરે બોલાવી લાવતો. ગુરુ ઘરે પધારતા. તેમને જે ખપતું હોય તે ભક્તિસભર હૈયે વહોરાવતો. ગોચરી વહોરી લે એટલે ગુરુજીને ત્રિવિધ વંદના કરતો; અને થોડે સુધી સાથે જઈ ગુરુજીને વિદાય આપતો.
જે વાનગી બનાવેલ હોય પણ સાધુ મહારાજ ન છો? તો પોતે તે વાનગી ભોજનમાં ન વાપરતો. આ આચારનું ચુસ્તપણે ચંપકશ્રેષ્ઠી પાલન કરતો. - સાધુ ભગવંતનો ગામમાં જોગ ન હોય તો તે ભોજનવેળાએ ઘરની બહાર ઊભો રહી ભાવના ભાવતો કે અત્યારે જો કોઈ સાધુ ભગવંત આવી ચડે તો તેમને ગોચરી વહોરાવી હું કૃતાર્થ થાઉં.
અંતરના ઉમળકાથી અને શુદ્ધ ભાવનાથી તે સાધુ ભગવંતને ગોચરી વહોરાવતો.
એક દિવસ આવા જ અંતરના ઉમળકા અને ઉલ્લાસથી સાધુ મહાત્માને ગોચરી વહોરાવી રહ્યો હતો. તેના હૈયે ભાવનાનો ઓઘ ઊછળી રહ્યો હતો. પાત્રમાં તે ઘી વહોરાવી રહ્યો હતો. ઘીની ધાર પાત્રમાં પડતી હતી અને તેની ભાવનાઓની ધાર ઊંચે ચડી રહી હતી. ચંપક શ્રેષ્ઠીની ભાવનાની તન્મયતા જોઈ સાધુ મહારાજે ઘીની ધાર પડવા જ દીધી. વચમાં બસ કે ના કહ્યું નહિ. તેઓ જ્ઞાની હતા અને શ્રેષ્ઠીની ભાવધારાથી અત્યારે અનુત્તર વિમાનની ગતિ બાંધી રહ્યો છે તે જોતા હતા.
માણસ સ્વભાવ અનુસાર ચંપક શ્રેષ્ઠીની ભાવધારા અચાનક તૂટવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org