Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ સમાન ગણાવ્યું હતું અને તેનો હવે ક્રમશઃ વિકાસ થશે એમ એમણે "ઉમેર્યું હતું.
ડો. રમણલાલ ચી. શાહે એક સ્પષ્ટતા કરી હતી, કે “જૈન સાહિત્ય સમારોહ સાંપ્રદાયિક કે સંકુચિત દષ્ટિથી શરૂ નથી થત; પરંતુ જૈનો પાસે અઢળક સાહિત્ય અને કળાને વાર છે. તેને વ્યવસ્થિત કરવાનો અને પ્રકાશિત કરવાનો તથા તેના અભ્યાસીએને પ્રોત્સાહિત કરવાને આ વ્યવસ્થિત પ્રયાસ છે.”
ડે. રમણલાલ ચી. શાહે એક કરુણતા તરફ અંગુલિનિર્દેશ કરતાં જણાવ્યું હતું કે “ભારતમાંથી પ્રાધ્યાપકે જેનશાસ્ત્રનો અભ્યાસ કરવા જર્મની જાય છે અને ભારત કરતાં જર્મનીની યુનિવર્સિટીઓમાં જન ચેર વધારે છે ! જર્મની પાસે જે અલભ્ય હસ્તપ્રત છે તે આપણી પાસે નથી !! ”
ડૉ. રમણલાલ ચી. શાહે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપમાં આજે જેનશાસ્ત્રના અભ્યાસની માંગ વધી છે અને -ત્યાં આ વિભાગના પ્રાધ્યાપકોની નિમણૂકે થાય છે; આપણે ત્યાં આપણે સમયસર જૈન સાહિત્ય, કલા અને દર્શન અંગે અભ્યાસ, સંશોધન અને તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર ઊભી થઈ છે. આ સાથે જ જૈન સાહિત્યને જૈનેતર સાહિત્ય સાથે તુલનાત્મક અભ્યાસ હાથ ધરવાનો સમય પણ પાકી ગયો છે અને આ જવાબદારી હવે નવી પેઢીએ ઉપાડી લેવી જોઈએ.” 'ઉઘાટકનું વક્તવ્ય
સમારોહનું ઉદ્ઘાટન કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું હતું, કે “આ એક અત્યંત મંગળ પ્રસંગ છે અને આ કાર્ય હાથ ધરવા માટે શ્રી મહાવીર જન વિદ્યાલયના કાર્યકરો અભિનંદનને અધિકારી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org