________________
૨
જૈન દર્શનના કમવાદ
_* ***&*+*/
તેજ અંધકારને અંધકાર રૂપમાં સમજી શકે. તેવી રીતે જે જીવાને સ્વભાવ સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એવા જીવ, વિભાવ સ્થિતિમાં હાવા છતાં પણ, વિભાવતા સમજી શકતા નથી. તેમેને એ ખ્યાલ નથી હોતા કે એ વિભાવ— સ્થિતિ ત્યાજ્ય છે. અને તેથી જ વિભાવ સ્થિતિની ભય કરતા તથા તેના ફળ સ્વરૂપે ભોગવાતી દુઃખાની પર પરાનું જ્ઞાન તેમને પેદા થતું નથી, તેવા જ્ઞાનના અભાવે તે અજ્ઞાની જીવ દેહાર્દિ પરભાવના વિષયમાં આત્મભાવની કલ્પના કરે છે. વિપરીત કલ્પનાના કારણથી પરભાવ નિમિત્તથી રાગ -દ્વેષ-મહાદ્વિ વિભાવ ઉત્પન્ન થાય છે. મન-વચન અને કાયયેાગની પ્રવૃત્તિએ પણ પરભાવ-વિભાવને અનુકુલ થાય છે. અને તેના પરિણામસ્વરૂપ ક બન્ધનાની જાળમાં જીવ ફસાતા જ જાય છે. માટે તે અન્ધાથી જીવને મુકત બનાવી, સ્વભાવ સ્થિતિમાં રાખી પરમ સુખના ભોક્તા બનાવવાને માટે, આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયના વિચાર કરવા જોઈ એ.
,,
“ હું આત્મા છુ” એવી પ્રખલધારણાની વૃદ્ધિ કરવી, આત્માની અનન્ત શક્તિ અને તેના જ્ઞાતા-દેષ્ટા આદિણાના વિચાર કરવા. આત્માના પ્રત્યેક અંશમાં “ હું અનન્ત બળવાન, જ્ઞાનવાન આત્મા છું, એવી જાગૃતિ રાખવી. એવી જાગૃતિ લાવવા માટે સર્વ પ્રથમ આત્માના અનન્ત ગુણાનુ સ્વરૂપ સમજવુ' જોઈ એ. કારણકે તે અનન્ત ગુણાના પ્રગટીકરણને જ આત્માની સ્વભાવ દશા- કહેવાય છે.