________________
જાણવાનો જ છે. જેમ દીપકનો સ્વભાવ ઘટ-પટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. શેયોને જાણી, તેને સારાં-નરસાં માની, આત્મા રાગ-દ્વેષી વિકારી થાય છે તે અજ્ઞાન છે. (૧૭) પોતાના વાસ્તવિક સ્વભાવનું અભાન (૧૮) મિથ્યાત્વ સહિત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય તો તે અજ્ઞાન. (૧૯) સ્વભાવનો નકાર (૨૦) મિથ્યાત્વ સહિતનું જ્ઞાન ને અજ્ઞાન. (૨૧) વિપરીત જ્ઞાન; મિથ્યાત્વ સહિત જ્ઞાન તે અજ્ઞાન. (૨૨) પોતાનું સ્વય ભૂલીને માત્ર પરણેય કરે અને પરણેયને પોતાનું જાણે તે જીવ અજ્ઞાન છે. તે જીવજ્ઞાનના ઊંધા ભાવ વખતે જ્ઞાનાવરણીય કર્મના ઉદયનું નિમિત્ત છે તે અજીવ અજ્ઞાન છે. જડ કર્મ ઊંધો ભાવ આત્માને કરાવી દેતું નથી. પણ ઊંધો ભાવ જીવ પોતે કરે ત્યારે જડ ઉદયનું નિમિત્ત હોય છે. એમ બધા વિકારી ભાવોમાં જીવ અજીવ બળે પ્રકાર છે, સમ્યગ્દર્શનની ભૂલ મિથ્યાત્વ, જ્ઞાનની ભૂલ તે અજ્ઞાન, ચારિત્રની ભૂલ તે અસ્થિરતા; મોહ ને ક્રોધાદિ તે ચારિત્રની ભૂલમાં સમાઈ જાય છે. (૨૩) આત્માના નિર્મળ સ્વભાવના ભાન વિનાનું. (૨૪) પોતાના વાસ્તવિક સ્વભાવનું અભાન. (૨૫) પરમાં ભલા-બુરાની કલ્પના-ભ્રાન્તિ કરી ઠીક-અદીકપણું માનતાં રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તે અજ્ઞાન છે. (૨૬) જીવોને જે તત્ત્વનું અજ્ઞાન અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન છે. તે અજ્ઞાનનો ઉદય છે. આત્માના સ્વભાવ તરફનું જ્ઞાન નહિ કરતાં પરનું જ જ્ઞાન કરવું તે અજ્ઞાનભાવે છે. તે અજ્ઞાનનો ઉદય છે. (૨૭) પોતાને જાણવું
મૂકીને એકલો પરનો જ વિષય કરે તે અજ્ઞાન. અશાની :મિથ્યાદષ્ટિ. અશાન ચેતના રાગમાં એકાગ્ર થઈને પ્રવર્તે તે અજ્ઞાન ચેતના છે, અને તે
ભવબીજ છે. એનાથી સંસાર ફળશે અને કાલશે. (૨) અજ્ઞાનને ચેતનારી, અજ્ઞાનમાં જાગ્રત થયેલી ચેતના, અર્થાત્ સ્વરૂપને ચેતવા પ્રતિ આંધળી એવી ચેતના. મિથ્યા દર્શન છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત જ્ઞાન અને આનંદની મૂર્તિ છે તેને હું છું એમ નહિ અનુભવતાં એનાથી અળ્ય વિરુદ્ધ જે શુભાશુભ ભાવ તેમાં આ હું છું એમ અનુભવવું તે અજ્ઞાન ચેતના છે. એ
૨૨ તે બે પ્રકારે છે. (૧) કર્મ ચેતના અને (૨) કર્મફળ ચેતના. હવે કહે છે - તેમાં જ્ઞાનથી અન્યમાં (અર્થાત્ જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું કે આને હું કરું છું તે કર્મ ચેતના છે, અને જ્ઞાનથી અન્યમાં એમ ચેતવું કે આને હું ભોગવું છું તે કર્મફળચેતના છે. એમ બે પ્રકારે અજ્ઞાન ચેતના છે. (૩) શુભાશુભ ભાવને કરવારૂપ ને ભોગવવારૂપ પરિણામ કરે છે. સંસારનું બીજ છે દુઃખનું બીજ છે. (૪) અજ્ઞાનને ચેતનારી, અજ્ઞાનમાં જાગ્રત થયેલી ચેતના, સ્વરૂપને ચેતવા પ્રતિ આંધળી એવી ચેતના. (૫) અજ્ઞાનને ચેતનારી; અજ્ઞાનમાં જાગ્રત થયેલી ચેતના; સ્વરૂપને ચેતવા પ્રતિ આંધળી એવી ચેતના; મિથ્યાદર્શન; શુભાશુભ ભાવને કરવારૂપ અને ભોગવવારૂપ પરિણામ એ અજ્ઞાનચેતના છે; સંસારનું બીજ છે. દુઃખનું બીજ છે. ઊંસારનું કારણ જે આઠ પ્રકારનું કર્મ; તેનું અજ્ઞાન ચેતના બીજ છે; અર્થાત્
એનાથી શુભાશુભ ભાવ કરનાર ને ભોગવવાના ભાવથી કર્મ બંધાય છે. અશાન પરિષહ સત્પષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો રાખવામાં
હિમ્મત ન ચાલી શકતી હોય, મુંઝવણ આવી જતી હોય, આટઆટલું કર્યા
છતાં હજી જ્ઞાન કેમ પ્રગટતું નથી એમ થયા કરે તે. અશાત ભાવ:જાયા વિના અસાવધાનતાથી પ્રવર્તવું તે અજ્ઞાતભાવ છે. અશાન મિથ્યાત્વ : જ્યાં હિત - અહિતનો કોઈપણ વિવેક ન હોય, કે કાંઈ પણ
પરીક્ષા કર્યા વગર ધર્મની શ્રદ્ધા કરવી, તે અજ્ઞાન મિથ્યાત્વ છે. જેમ કે
પશુધમાં ધર્મ માનવો તે અજ્ઞાન મિથ્યાત્વ છે. (૧) સ્વર્ગ, નરક, મુક્તિ કોણે દીઠાં ? (૨) સ્વર્ગના સમાચાર કોને આવ્યા ? બધાં ધર્મશાસ્ત્ર જુદાં છે, કોઈ સાચું જ્ઞાન
બતાવી શકતા નથી, (૩) પુય-પાપ કયાં લાગે અથવા પુણ્ય-પાપ કાંઈ છે જ નહિ, (૪) પરલોકને કોણે જાણ્યો ? શું પરલોકના સમાચાર પત્ર કે તારે કોઈને આવ્યા? (૫) સ્વર્ગ-નરક ઈત્યાદિ બધું કહેવામાત્ર છે, સ્વર્ગ-નરક તો અહીં જ છે; અહીં
સુખ ભોગવે તે સ્વર્ગ; દુઃખ ભોગવે તે નરકઃ