________________
જૈન કોસ્મોલોજી
મધ્યલોક
વૈતાઢયની ગુફાઓમાં રહેલા માંડલા વિષે...
36.
રિ વૈતાઢ્ય પર્વતના પૂર્વ છેડે ખંડપ્રપાતા નામની અને પશ્ચિમ છેડે તમિત્રા નામની ૨ ગુફાઓ છે. આ બંને ગુફાઓ સદાકાળ અંધકારમય જ હોય છે. પરંતુ જ્યારે હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને ચક્રી બંને ગુફાઓમાં પ્રવેશ કરતી વખતે તેના ૧૪ રત્નોમાને મણિરત્ન હસ્તિરત્નના કુંભ સ્થળ પર મૂકે છે ત્યારે મણિરત્ન અત્યંત તેજસ્વી પ્રકાશમય હોવાથી અંધારી ગુફામાં પ્રકાશ ફેલાવે છે. ચક્રવર્તી ૩ખંડ સાધીને
જ્યારે ચોથા ખંડને સાધવા માટે આ ગુફામાંથી પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે આવેલ સૈન્યને અજવાળું મળે એટલા માટે ખડીના કટકા જેવા કાકીણીરત્નથી ગુફામાં બંને બાજુની ભીંતો પર મંડળ આલેખતો જાય છે. જેનો પ્રકાશ ઊંચેથી નીચે સુધી આઠયોજનમાં, તીર્થો બાર યોજનમાં અને ડાબે-જમણે એકએક યોજનમાં પડે છે. * પહેલું મંડળ પહેલો એક યોજન જયાં પૂરું થાય છે ત્યાં આલેખે છે. જે મંડળ ૫૦૦ ધનુષ્ય (આ માપ ઉત્સધાંગુલનું સમજવું) લાંબું-પહોળું અને સૂર્યની જેમ પ્રકાશમાન હોય છે. એ જ પ્રમાણે ત્યાંથી બીજો યોજન પૂરો થાય ત્યાં બીજું મંડળ આલેખે છે. એવી રીતે ઉત્તર તરફના દ્વારે શેષ છેલ્લા યોજને છેલ્લે મંડળ આલેખે છે. આ પ્રમાણે આલેખતા દક્ષિણ તરફના પહેલા કમાડ પર એક મંડળ, ટોડા (તાદક) ઊપર બે મંડળ અને પછી અનુક્રમે પૂર્વ તરફની ભીંત ઉપર તેતાલીસ મંડળો થાય છે. પછી ઉત્તર તરફના પહેલા ટોડા ઉપર બે અને ઉત્તર તરફના પહેલા કમાડ ઉપર છેલ્લું મંડળ થાય. વળી, પશ્ચિમ દિશામાં પણ એ જ ક્રમ પ્રમાણે બધું થાય છે. એવી રીતે પૂર્વ તરફની ભીંત ઉપર ૪૯ મંડળો થાય અને એની સન્મુખ પશ્ચિમ તરફની ભીંતો ઉપર પણ એટલા જ મંડલો થાય છે. આ ઉપરોક્ત અભિપ્રાય શ્રી મલયગિરિ કૃત “ક્ષેત્રવિચાર”ની બૃહત્ ટીકાના આધારે જાણવો. જ પરંતુ આવશ્યક બ્રહવૃત્તિની ટિપ્પણી, પ્રવચનસારોદ્ધારવૃત્તિનો અભિપ્રાય એવો છે કે'.. ગુફામાં પ્રવેશ કરતા ચક્રવર્તી પાછળ આવનારા સૈન્યાદિને અજવાળું મળે એ માટે પહેલું યોજન પૂરું થાય ત્યાં દક્ષિણ તરફના દ્વારે પૂર્વદિશાના કમાડમાં પહેલું મંડલ આલેખે છે, પછી ગોમૂત્રિકા ન્યાયે ઉત્તર તરફના પશ્ચિમ દિશાવાળા કમાડના તોદક પર ત્રીજા યોજનમાં બીજું મંડળ આલેખે છે. પછી તે જ ન્યાયે પૂર્વદિશામાં કમાડના તોદક પર ચોથા યોજનમાં ત્રીજું મંડળ આલેખે છે. પછી પશ્ચિમદિશાની ભીંતમાં પાંચમાં યોજનમાં ચોથુ મંડળ આલેખે છે. પછી પૂર્વદિશાની ભીંતમાં છઠ્ઠા યોજનમાં પાંચમું મંડળ આલેખે છે. એવી રીતે ઉત્તર તરફના દ્વારનો પૂર્વદિશાના કમાડ ઉપર બીજા યોજનમાં ઓગળપચાસમું મંડળ આલેખે છે એમ મળી એક ભીંત પર પચીશ અને સામેની બીજી ભીંત ઊપર ચોવીસ એમ કુલ ઓગણપચાસ મંડળો થાય છે. એમ કહેવાય છે કે, “જ્યાં સુધી ચક્રવર્તી જીવે ત્યાં સુધી આ ગુફાઓના દરવાજા ખુલ્લા રહે છે અને તે મંડળોનો પ્રકાશ પણ રહે છે પછી સ્વતઃ દરવાજા બંધ થઈ જાય અને પ્રકાશ પણ બંધ થઈ જાય છે...
– ૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org