________________
IST
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ૧૪. જૈન માન્યતા અને વિજ્ઞાનની
માન્યતા વચ્ચે ભજતા જ વાચકોને જૈન માન્યતા અને વિજ્ઞાનની માન્યતા વચ્ચે કેવી ભિન્નતા છે તેનો તરત ખ્યાલ આવે માટે અહીં જરૂર પૂરતી થોડી વિગતો આપી છે.
સૂચના: અહીં બ્લેક એટલે મોટા ટાઈપનું લખાણ જૈનદર્શનની માન્યતાને જણાવે છે અને નોર્મલ ટાઈપનું લખાણ વિજ્ઞાનની માન્યતાને જણાવે છે. ૧. જૈન દર્શન આત્મા, કર્મ, પરલોક અને મોક્ષ આ ચારેયના શાશ્વત અસ્તિત્વને સ્વીકારે છે. tar જ્યારે પરદેશનાં બધાં દર્શનો અને વૈજ્ઞાનિકો આ ચારેયના અસ્તિત્ત્વને બરાબર સ્વીકારતા નથી. ૨. જૈન દર્શન દેવ-દેવીઓથી યુક્ત એવા દેવલોકને એટલે દેવોના વસવાટ સ્થાનને માને છે. એમાં બે
પ્રકારના દેવોનું સ્થાન ધરતી-પાતાલમાં છે અને બે પ્રકારના દેવાનું સ્થાન આકાશમાં-અસંખ્ય અબજો માઈલના વિસ્તારમાં રહેલું છે.
જ્યારે વૈજ્ઞાનિકો દેવલોકને જ માનતા નથી પછી આગળ વાત જ ક્યાં કરવાની રહી! ૩. જૈનો આ ધરતીની નીચે ભૂગર્ભમાં અબજોના અબજો માઈલના દીર્ધઅવકાશમાં સાત નરકમૃથ્વીઓ
છે એવું માને છે. શ જયારે પરદેશના અજૈન દર્શનો કે વૈજ્ઞાનિકો આ ધરતીની નીચે નરક જેવી વસ્તુ છે એવું માનતા જ
નથી. ૪. આપણે એક લાખ યોજન જંબૂઢીપના કેન્દ્રમાં આવેલ મેરુપર્વત અને મહાવિદેહને તથા તેના છેડે
આવેલા ભરત ક્ષેત્રને પણ માનીએ છીએ. જ જયારે વિજ્ઞાનને ત્યાં જંબૂદ્વીપ જેવી કોઈ માન્યતા જ નથી, એનું સ્વપ્ન પણ નથી એટલે મેરુપર્વત
વગેરેની વાત જ ક્યાં કરવાની રહી ! ૫. આપણે અત્યારે જે ધરતી ઊપર રહ્યા છીએ એ ધરતીની નીચે હજારો માઈલ ગયા બાદ આપણી
ધરતીને છેડે જ જોડાયેલી સાત નરકમૃથ્વી પૈકી પહેલી નરક પૃથ્વી રહેલી છે. આ જ પૃથ્વીમાં ભવનપતિ અને વ્યંતર દેવો રહેલા છે. જયારે વિજ્ઞાન આપણી ધરતીની જોડે જોડાયેલી કોઈ જંગી પૃથ્વી છે એવું સ્વીકારતું નથી એટલે
નરકો જેવી સૃષ્ટિ નીચે છે એનું એને સ્વપ્ન પણ ના આવે. ૬. આપણે (જેનો), વૈદિક હિન્દુ ગ્રન્થો, બૈદ્ધ ગ્રન્થો અને ઈસુખ્રિસ્તનું લખેલ બાઈબલ વગેરે પ્રાચીન
બધા ધર્મો “પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ચંદ્ર ફરે છે” એવું જણાવે છે. (૩૮ – ––
(૩૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org