________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૧૧. જૈનો ગ્રહોને ઉપરાઉપરી રહેલા માને છે અને એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે બહુ જ ઓછું માપ દર્શાવે છે.
时
જ્યારે વિજ્ઞાન પ્રાયઃ ગ્રહોને ઉપરાઉપરી છે, એવું ઓછું માને છે અને એક ગ્રહથી બીજા ગ્રહ વચ્ચે લાખો, કરોડો, અબજો માઈલનું અતંર બતાવે છે.
૧૨. જૈનો સૂર્ય, ચંદ્ર વગેરેનું જ્યોતિષચક્ર મેરુપર્વતને પ્રદક્ષિણા આપતું અવિરત ગતિ કર્યા કરે છે એમ માને છે.
嗨
જ્યારે વિજ્ઞાને આ બધાના કેન્દ્રમાં સૂર્ય માન્યો છે. સૂર્યને કેન્દ્રીય રાજા બનાવ્યો છે અને તમામ
ગ્રહો સૂર્યને ફરતા બતાવ્યા છે. જેને વૈજ્ઞાનિકો સૂર્યમંડળ કે સૂર્યમાળા કહે છે.
૧૫. “ભારત વર્ષ”નું નામકરણ
嗯
જંબુદ્વીપના પ્રથમ વર્ષ અથવા ક્ષેત્રનું નામ ‘ભારત વર્ષ' છે. એનું નામ કેવી રીતે પડ્યું, એ વિષયમાં જૈન માન્યતા એ છે કે આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવના સો પુત્રોમાંથી જ્યેષ્ઠ પુત્ર ભરત કે જે પ્રથમ ચક્રવર્તી હતા, એમણે આ ક્ષેત્રમાં સર્વ પ્રથમ રાજ્ય – સુખ ભોગવ્યું, આ કારણે આ ક્ષેત્રનું નામ “ભારત વર્ષ” પ્રસિદ્ધ થયું. શ્રીમદ્ ઉમાસ્વાતિરચિત તત્ત્વાર્થ - સૂત્રના મહાનૢ ભાષ્યકર શ્રીમદ્ અકલંક દેવ ત્રીજા અધ્યાયના દશમાં સૂત્રની વ્યાખ્યા આપતાં લખ્યું છે કે –
भरतक्षत्रिययोगाद्वर्षो भरत : विजयार्धस्य दक्षिणतो जलधेरुत्तरतः गंगा - सिन्ध्वोर्बहुमध्यदेश भागे विनीता नाम नगरी । तस्यामुत्पन्नः सर्व राजलक्षणसम्पन्नो भरतो नामाद्यश्चक्रधरः षट्खण्डाधिपति : अवसर्पिण्या राज्य विभाग काले तेनार्दी भूक्तत्वात्, तद्योगाद् ' भरत” इत्याख्याते वर्ष : ॥"
હિંદુઓના પ્રસિદ્ધ માર્કણ્ડેય - પુરાણમાં પણ વ્યાસ મહર્ષિએ ઉક્ત કથનનું સમર્થન કરતા તેરમા અધ્યાયમાં કહ્યું છે
(‘સંગ્રહણીરત્નમ્’માંથી સાભાર...)
૩૪૦
.
ऋषभाद् भरतो जज्ञे वीर : पुत्रशताद्वरः । सोऽभिषिच्यर्षभः पुत्रं, महाप्राव्राज्यमास्थितः ॥४९॥ तपस्तेपे महाभागः पुलहाश्रमसंश्रयः । हिमावं दक्षिणं वर्ष, भरताय पिता ददौ ॥ ४२ ॥ तस्मात्तु भारतं वर्ष तस्य नाम्ना महात्मनः ॥ ४३ ॥
અર્થાત્ - ઋષભથી ભરત પેદા થયો, જે એમના સૌ પુત્રમાંથી સર્વશ્રેષ્ઠ હતો. એના રાજ્યાભિષેક કરીને ઋષભ મહાનુભાવ પ્રવ્રુજિત થઈને પુલહાશ્રમમાં તપ તપવા લાગ્યા. જંબૂદ્વીપના હિમ નામનું દક્ષિણક્ષેત્ર પિતાએ ભરતને આપ્યું એને કારણે એ મહાત્માના નામથી તે ક્ષેત્ર “ભારત વર્ષ” કહેવાવા લાગ્યું. આ સિવાય “જંબુદ્રીપ-પ્રજ્ઞપ્તિ’’ માં ‘ભરતક્ષેત્ર’ આ નામનાં વધુ બે કારણ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે. (૧) એ ક્ષેત્રના અધિષ્ઠાયકદેવનું નામ ભરત છે. (૨) આ નામ શાશ્વત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org