________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા અર્થાતુ અપહરવો, એમ સમયે સમયે વાલાઝ અપહરતાં જેટલા કાળે તે પલ્ય સર્વથા વાલાઝથી રહિત થાય તેટલા કાળને “બાદર ઉદ્ધાર પલ્યોપમ” કહેવાય છે.
કૂવા બહાર ઉદ્ધાર કરવાની મુખ્યતાથી આ નામ આપેલું છે. આ પલ્યોપમનું કાળમાન સંખ્યાતા સમય માત્ર છે કારણ કે, એકેક સમયે વાલાગ્ર કાઢવાનો છે. વાલીગ્રોની સંખ્યા મર્યાદાવાળી છે અને એક નિમેષમાત્રમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. આ નિમેષ કાળ કરતાં પણ આ પલ્યોપમનો કાળ ઘણો અલ્પ છે. આ કાળ પ્રમાણ જગતની કોઈ પણ વસ્તુનો કાળ બતાવવામાં ઉપયોગી નથી કેવળ આગળ કહેવાતો સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ સુખેથી જાણી શકાય માટે જ બાદર ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આવા ૧૦ કોડાકોડી બાદર-ઉદ્ધાર પલ્યોપમે ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ થાય છે.
॥ इति बादर उद्धार पल्योपम स्वरूपम् ॥
(૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમના નિરૂપણમાં જે પ્રમાણે કૂવો ભરેલો છે તેવી જ રીતે અહીં ભરેલો સમજવો. હવે એ કૂવામાં પૂર્વે જે સૂક્ષ્મ વાલાઝો ભર્યા હતા, એમાંના પ્રત્યેક વાલાઝોના બુદ્ધિમાન પુરુષોએ બુદ્ધિની કલ્પનાથી અસંખ્ય અસંખ્ય ખંડો કલ્પવા. દ્રવ્ય પ્રમાણથી તે રોમખંડો કેવો હોય ? તો વિશુદ્ધ લોચનવાળો છદ્મસ્થ જીવ જેવા સૂક્ષ્મ (અપેક્ષિક સૂક્ષ્મ) પુદ્ગલ સ્કંધને જોઈ શકે છે તેના સંખ્યામાં ભાગ જેવડા સૂક્ષ્મ આ વાવાઝો હોય છે. ક્ષેત્રથી આ વાવાઝનું પ્રમાણ જણાવતાં કહે છે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય (નિગોદ) ના જીવનું શરીર જેટલા ક્ષેત્રમાં સમાઈને રહે તે કરતાં અસંખ્ય ગુણાધિક ક્ષેત્રમાં આ રોમખંડો સમાઈને રહી શકે છે. વળી અન્ય બહુશ્રુત ભગવંતો કથન કરે છે કે અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે વાલાઝો તે પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના શરીર તુલ્ય હોય છે. આ સર્વે રોમખંડો પરસ્પર સમાન પ્રમાણવાળા અને સર્વ અનંત પ્રદેશાત્મક હોય છે.
આ પ્રમાણે પૂર્વની રીતિએ પૂર્વ પ્રમાણવાળા તે પલ્યને વિષે રહેલા જે વાલાઝો જેના સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું પ્રમાણ કાઢવા માટે (પ્રત્યેક) ના અસંખ્ય ખંડો કલ્પેલા છે, એ કલ્પેલા વાવાઝોમાંથી પ્રતિ સમયે ૧-૧-વાલાઝને પલ્યમાંથી બાહર કાઢીએ એમ કરતાં જેટલા કાળે તે પલ્ય વાલાઝો વડે ખાલી થઈ જાય. તે કાળને “સૂક્ષ્મ-ઉદ્ધાર-પલ્યોપમ” કહે છે. આ પલ્યોપમ સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણનો છે.
આવા ૧૦ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. આ સૂક્ષ્મ
(૮) જે માટે કહ્યું છે કે – “અહિં વાવહારિયા, ડબ્દારંપાત્રિોત્રમ રીવહિં કિં પS(ગો)યાં ? एएहिं वावहारिय उद्धारपलिओवमसागरोवमेहिं णत्थि किंचिप्पओयणं केवलं पन्नवणा पन्नविज्जइ॥"
(અનુયોગદ્વાર સૂત્ર/ ગાથા - ૧૦૭) (૯) સૂક્ષ્મ વાલાઝો વડે ઉદ્ધાર કરતાં કાળ પ્રમાણ નીકળતું હોવાથી આ નામ સાન્વર્થ છે.
ન ૩૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org