Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 518
________________ જૈન કોસ્મોલોજી પરિશિષ્ટ-૨ જાણવા જેવી તારાdબોલનગરી... શ્રી સારાતંબોલના કાગળની હકીકત... શેઠ પદમશા શ્રીહરહંતશીદ્ધ શાહુ ભાઈ રતનચંદ ચરણાન શ્રી હેદરાબાદથી લી.શેઠ પદમશાના પ્રણામ વાંચજો. જત અહીંયા ખેમકુશલ છે. રાજાની કુશળતાના પત્ર લખવા. અપરત બીજું સમાચાર એક પ્રીછજો જે હો હમારા પરિવાર સમેત સંવત ૧૮૦૫ ની સાલમાં જાત્રા કરવા ગયા છીએ તેની હકીકત લખી છે. પ્રથમ અમદાવાદથી તારાતંબોલ શહેર કોશ ૪,000છે તેની વિગતપ્રથમ અમદાવાદથી કોશ ૩૦૦શ્રી આગ્રા શહેર છે, ત્યાંથી કોશ ૧૫૦ મુલતાન શહેર છે, ત્યાંથી શ્રી ખંડનાર શહેર કોશ 800 છે, ત્યાંથી કોશ ૩૦૦આશપુર નગર છે તેનો બજાર કોશ ૧૨ છે, ત્યાંથી કોશ ૨,૦૦૦ તારાતંબોલ શહેર છે. પ્રથમ હકિકત શ્રી ગૌતમસ્વામીજીની મૂરત છે મોટીપહોળી હાથ ૨૮ છે ઊંચ પણે હાથ ૩૮ છે ને પગના અંગુઠા ઊપર શ્રીફળ નંગ ૨૮ રહે છે તેની જાત્રા કરીને આગળ ચાલતાં થકી કોસ ૬૦૦ચાલ્યા ત્યાં તલાવ એક મોટા વન મળે આવ્યું છે તે તલાવનું માન કોસ ૧૨નું છે ને તેની વચમાં શ્રી અજિતનાથજીનું દેવળ છે ત્યાં અમે નાવડામાં બેસી જાત્રા કરીને આગળ ચાલ્યા. ત્યાં થકી કોશ ૫૦ શ્રીતલપુર નગર છે ત્યાં અમો ગયા. ત્યાં જિનપ્રાસાદ નંગ ૨૮ છે. તેમાં શ્રી ચંદનપ્રભુજીનું મોટું મંદિર છે તે મંદિર (દેરાસર) મધ્યે પ્રતિમાઓ ૧,૦૨૮ છે. તેનાં દરિસન કરીને અમો આગળ ચાલ્યા. ત્યાં થકી કોશ 800 ચાલ્યા ગયા ત્યાં શ્રી તલધાતાનો મુલક આવ્યો તેનાં ૧ લાખ પરગણાં છે, તેના આગળ તારાતંબોલ શહેર છે તે ઘણું મોટું છે. લાંબુ કોસ ૪૦૦નું છે, તે નગરનો કોટ લોઢાનો છે, રાજાનો મહેલ તથા કોટ સફેદ ધાતુનો છે. રાજાનું નામ શ્રી ધનેસરજીચંદ છે. સરવેરિદ્ધિમાન રાજ કરે છે એ નગર મધ્યે વેપારી લોક હીરા-માણેકમણી-રત્ન-કપડાં વગેરેની દુકાનો ઉઘાડી મૂકી અપને ઘેર જતા રહે છે, પણ કોઈ કોઈની વસ્તુ લેતું નથી એવું લોક ધરમી છે. એ નગરનો બજાર કોસ ૬૦નો છે, એ નગરમાં શ્રી જિનમંદિર ૬૦૦ છે ને રાજાપરજા વગેરે સરવેજિનધરમી છે, તેઓ જિન વિના બીજા કોઈને માનતા નથી તે દેવલો મધ્યે પ્રતિમાઓની ગણતરી ૨૪,૭૬૪ છે તેની વિગત નીચે પ્રમાણે છે.. ૪,૦૦૦-લીલા માણેકની છે, ૩,૪૮૬ -ધાતુ સોનાની છે, ૧૧-ગૌતમજીની છે, ૫ - લીલા હીરાની છે, ૯ - માણેકની છે, ૪૮૭ - કાળા રતનની છે, ૫૪૫ - લીલા રતનની છે, ૧૫,000- સફેદ રણની છે, ૬-પાસવર મુનિની છે, ૧૯૦- કેશરવરણી રત્નની છે, ૧ - મોતીની આંગળીઓના આકારમાં છે. ૧૬ - બાવના ચંદનની છે. ૪-હીરાની આંગળીના આકારની છે. ૪ - લીલા રત્નની આંગળીઓના આકારની છે. એમ કુલ ૨૪,૭૬૪ છે, એકંદર મળીને ચોવીસ હજાર સાતસે ચોસઠ છે. તિહા રાજાના મહેલ મધ્યે ચોક છે. તે ચોક મધ્યે શ્રી રિખવનાથજીનું દેરાસર છે. તે એક જોજન ઊંચું છે તેને બારણાં ચાર છે તે એક એક બારણામાં મંડપ ચોરાસી-ચોરાસી છે, એકેક બારણાની ચારે દિશામાં ૩૩૬ જિનપ્રાસાદનું ચાલું ત્રાંબાનું બંધ્યાવ્યું છે કોટનાં થંભ પાનાં છે કાંગરા સોનાના છે બીજા થંભરુપાના છે કાંગરા રુપાના છે. પરશાલનું શીંગાસન સોનાનું છે. ત્યાં થકી ચઢવાનું છે તે શીંગાસન ઊપર પ્રતિમાઓ ગઈ ચોવીશીની છે તે પ્રતિમાઓ આપ-આપના વરણમાં છે. તે રાજા દિન દિન પ્રત્યે ત્રણ-કાળ પૂજા કરે છે. રાજા બારગુણી છે, જિનધરમી છે, સમતાવંત છે, શીયલવંત છે, જસવંત છે, ગુણવંત છે, ધનવંત છે, સરવે ગુણોએ કરી બિરાજમાન છે. તે નગર મળે અમો દિન ૪ર રહ્યા છીએ ત્યાંથી એક બીજું ૧ દેવલછે તે મધ્યે પ્રતિમાઓ સુવર્ણ જડાવાની છે તેની ગણતરી ૧૩૨ની છે. બીજી પ્રતિમાઓ ફટકરતનની છે. તે નગર મધ્યે શ્રાવક મોતી ફતેહ તથા સંઘ મહાધરમવંત તથા જ્ઞાનવંત છે પરજા સરવે ગુણી છે - સમ કરણી છે. ત્યાં થકી કોશ ૩૦ જિનમંદિર છે ત્યાં માલબંધર આવ્યું. ત્યાં ઘણા મોટા ભંડારો છે (૪૭૪ } ૪૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530