________________
જૈન કોસ્મોલોજી
૭.
જાણવા જેવી ભૂમિકા જ્યારે વિજ્ઞાન પૃથ્વીને ફરતી અને ગોળાકાર માને છે અને સૂર્ય-ચંદ્ર વગેરે સ્થિર છે એમ માને છે. જૈન મતે આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા જે દેખાય છે તે બધા જ સ્ફટિકરત્નનાં તેજસ્વી વિમાનો હોવાથી દેખાય છે અને તેની અંદર અસંખ્ય દેવ-દેવીઓ આમોદ પ્રમોદમાં જીવન વીતાવી રહ્યા છે. અનાદિથી અનંતકાળ સુધી આ વિમાનો ઘૂમતાં જ રહેવાનાં છે એમ માને છે.
જ્યારે વિજ્ઞાન આકાશમાં દેખાતા ચમકતા સૂર્યાદિ ગ્રહો વગેરેને વિમાનો છે એવું માનતા નથી. સૂર્યને અગ્નિનો ધગધગતો ગોળો માને છે. ચંદ્ર, મંગળ વગેરે ખડકો, પહાડો વગેરેના બનેલ છે એમ માને છે. ત્યાં કોઈ સજીવ વસ્તુ નથી, દેવ-દેવી, પ્રાણી, વનસ્પતિ કે નાનું – મોટું કોઈપણ જાતનું ચૈતન્ય જીવન નથી એમ માને છે.
૮. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, ચંદ્રનું વિમાન સ્ફટિકરત્નનું બનેલું છે એમ એ મહાન રત્નનો મહાન પ્રકાશ જ ધરતી ઊપર આવે છે જૈનો એવું માને છે.
જ્યારે વિજ્ઞાન એ ચંદ્રને પૃથ્વીથી છૂટો પડેલો ટૂકડો છે એમ માને છે. ચંદ્ર ખડકો, પથ્થરનો બનેલો છે એટલે તેઓ ચંદ્રને સ્વયં નિસ્તેજ માને છે. ત્યારે ચંદ્રમાં પ્રકાશ દેખાય છે તેનું શું કારણ ? તેના કારણમાં કહે છે કે સૂર્યનું તેજ ચંદ્ર ઉ૫૨ પ્રતિબિંબિત થાય છે અને તેથી ચંદ્ર પ્રકાશિત થાય છે.
૯. આપણી આ ધરતીથી ઊંચે હજારો માઈલ દૂર જઈએ ત્યારે જ્યોતિષચક્ર આકાશમાં પથરાયેલું આવે છે. સેંકડો માઈલના ક્ષેત્રમાં રહેલા જ્યોતિષચક્રને વટાવીને આગળ જઈએ તો અસંખ્યાતા માઈલ ગયા પછી સ્થિર એવા બાર દેવલોક પૈકીના પહેલા દેવલોકના વિમાનોની શરૂઆત થાય છે. પહેલા દેવલોકથી લઈ આ વિમાનો અસંખ્યોના અસંખ્યો માઈલ ઊંચા રહેલાં છે અને તે એકબીજાથી ખૂબ જ દૂર દૂર હોય છે. બાર દેવલોક, તે પછી નવ ગ્રેવેયક દેવો અને તે પછી પ અનુત્તર વિમાન આમ ૨૨ પ્રકારના દેવોનો વસવાટ પૂરો થઈ જાય, તે પછી ફક્ત અનુત્તરના મધ્યસ્થ વિમાનની જગ્યાથી બાર યોજન એટલે ૪૮ ગાઉ દૂર અનંત જ્યોતિરૂપ મોક્ષનું સ્થાન રહેલું છે. તેની નીચે એ સ્થાનનું સૂચન કરતી ૪૫ લાખ યોજન જાડી મહાન સિદ્ધશિલા આકાશમાં અદ્ધર રહેલી છે. (આટલી મોટી વિશાળ જંગી સિદ્ધશિલા આકાશમાં નિરાધાર રહી છે.)
જ્યારે ઉપરોક્ત વિગતોનું જાણપણું આજના વિજ્ઞાનને જરા પણ થયું નથી. અબજો જ નહિ પણ અસંખ્યવાર અબજોના અબજો માઈલમાં ઊંચે ઊંચે આકાશ કે અવકાશ વિસ્તાર પામેલું છે, એ બાબતમાં વૈજ્ઞાનિકોને ખ્યાલ મળ્યો છે કે કેમ ? તે એક મોટો પ્રશ્ન છે.
૧૦. જૈનમતે જ્યોતિષચક્ર આપણી ધરતીથી ઊંચે ૭૯૦ યોજન ગયા પછી શરૂ થાય છે અને ૧૧૦ યોજનમાં ગ્રહો, નક્ષત્ર, તારા બધું સમાપ્ત થાય છે.
જ્યારે વિજ્ઞાન એ પ્રમાણે માનતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
336
www.jainelibrary.org