________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
अवसर्पिणी न तेषां वै न चोत्सर्पिणी द्विज ! नत्वेषाऽस्ति युवावस्था तेषु स्थानेषु सप्तसु ॥ અર્થાત્ - હે દ્વિજ ! જંબુદ્રીપસ્થ અન્ય સાત ક્ષેત્રોમાં ભારતવર્ષની સમાન ન કાળની અવસર્પિણી અવસ્થા છે અને ન ઉત્સર્પિણી અવસ્થા...
II વર્ષધર પર્વતો ઉપર સરોવરો ॥
જૈન માન્યતાનુસારે જ માર્કણ્ડેય-પુરાણોમાં પણ વર્ષધર પર્વતો ઉપર સરોવર અને તેમાં કમલોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તે જેમ કે -
IST
एतेषां पर्वतानां तु द्रोण्योऽतीव मनोहराः । वनैरमलपानीयैः सरोभिरुपशोभिताः ॥ (માર્કણ્ડેય પુરાણ, અધ્ય. ૫૫, શ્લોક-૧૪-૧૫)
ઉક્ત સરોવ૨ોમાં કમળોનો ઉલ્લેખ આ પ્રકારે પ્રાપ્ત થાય છે. તવેતત્ પાર્થિવ પાં ચતુષ્પત્ર મોવિમ્ (માર્કણ્ડેયપુરાણ, અધ્ય. ૫૫, શ્લોક-૨૦)
અહીં આ જાણવા યોગ્ય છે કે જૈન માન્યતા પ્રમાણે જ પુરાણકારો પણ પદ્મોને પાર્થિવ રૂપે સ્વીકારે છે. ૪. અગ્નિપુરાણના આધારે બ્રહ્માંડ વર્ણન
લે. રતિલાલ છોટાલાલ પુરોહિત (ઊંઝાવાળા) અગ્નિપુરાણ પ્રાચિનતમ પુરાણ છે. આ પુરાણના પ્રવક્તા અગ્નિદેવ પોતે છે એટલે આ પુરાણનું મહત્ત્વ અન્ય પુરાણો કરતાં વધારે હોય તે સ્વાભાવિક છે.
અગ્નિદેવ કહે છે કે..
આ ભૂમિનો વિસ્તાર ૭૦,૦૦૦ યોજન છે. તેની ઊંચાઈ ૧૦,૦૦૦ યોજન છે. પૃથ્વીની અંદર ૭ પાતાળ છે. તે દરેક પાતાળ ૧૦,૦૦૦ - ૧૦,૦૦૦ યોજન પ્રમાણ વિસ્તૃત છે. તે સાતે પાતાળોનાં નામ આ પ્રમાણે છે - (૧) અતલ, (૨) વિતલ, (૩) નિતલ, (૪) મહાતલ, (૫) સુતલ, (૬) તલાતલ અને (૭) રસાતલ અથવા પાતાલ. આ પાતાળોની ભૂમિ અનુક્રમે કાળી, પીળી, લાલ, સફેદ, કાંકરાવાળી, પથ્થરોવાળી અને સ્વર્ણમયી છે, આ સર્વ (બધા જ) પાતાળો અત્યંત રમણીય છે. આ પાતાળોમાં દૈત્યો અને દાનવાદિ સુખપૂર્વક નિવાસ કરે છે. સમસ્ત પાતાળોના નીચે શેષનાગ બિરાજમાન છે જે ભગવાન વિષ્ણુનું તમોગુણ પ્રધાન શરીર માનવામાં આવે છે. આ શેષનાગમાં અત્યંત ગુણ છે તેથી એમને “અનંત” પણ કહે છે. તે પોતાના મસ્તક ઊપર આ પૃથ્વીને ધારણ કરે છે અને એ પૃથ્વીની નીચે અનેક નરક છે.
સૂર્યદેવથી પ્રકાશિત થનારી પૃથ્વીનો જેટલો વિસ્તાર છે, તેટલો જ નભોલોક (અંતરિક્ષ વા ભુવર્લોક) નો વિસ્તાર માનવામાં આવે છે. પૃથ્વીથી ૧,૦૦,000 યોજન દૂર સૂર્યમંડલ છે. સૂર્યથી ૧,૦૦,૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
૨૭૭
www.jainelibrary.org