________________
જૈન કોસ્મોલોજી
૬. શ્રીમદ્ ભાગવત પુરાણના આધારે...જંબૂઢીપ લે. રતિલાલ છોટાલાલ પુરોહિત (ઊંઝાવાળા) શ્રીમદ્ ભાગવત્ પુરાણના આધારે પાંચમા સ્કંધના ૧૬મા અધ્યાયમાં ભૂમંડળનું વિસ્તારપૂર્વક વર્ણન નીચે મુજબ છે.
તે પ્રથમ જંબૂદ્વીપ ભૂમંડળ રૂપી કમળના સાત દ્વીપો રૂપી દોડાઓની વચ્ચેના એક દોડા જેવો છે તેનો વિસ્તાર ૧ લાખ યોજનનો છે અને કમળના પાંદડાની પેઠે તે સમગોળ છે. તે જંબુદ્વીપમાં ૯ ખંડો આવેલ છે. તે પ્રત્યેક ૯,૦૦૦-૯,૦૦૦ યોજનના વિસ્તારવાળા અને ૮ મર્યાદારૂપી પર્વતોથી સારી રીતે વિભાગ પામેલા છે. સંસ્કૃત ભાષામાં ખંડને જ “વર્ષ” કે “ક્ષેત્ર” કહે છે. આ ૯ ખંડોની વચ્ચે ઇલાવૃત નામનો મધ્યખંડ છે તેની વચ્ચે કુલગિરિરાજ “મેરુપર્વત” રહેલો છે. એ આખોય સોનાનો જંબુદ્રીપ જેવડો જ ૧ લાખ યોજન ઊંચો અને પૃથ્વીરૂપી કમળની કળી હોય તેવો જણાય છે. એનો ઊપરનો વિસ્તાર ૩૨,૦૦૦ યોજન, મૂળમાં તેનો વિસ્તાર ૧૬,૦૦૦ યોજન અને તેટલો જ ૧૬,000 યોજન તે ભૂમિની અંદર પેઠેલો છે.
ઈલાવૃત્ત ખંડનો ઉત્તરે ને ઉત્તરે અનુક્રમે નીલ, શ્વેત અને શ્રૃંગવાન્ નામના ૩ પર્વતો છે. તેઓ ત્રણે રમ્યક્, હિરણ્મય તથા કુરુખંડની સીમા સૂચવનાર છે. તેઓ પૂર્વદિશા તરફ લંબાઈવાળા અને બન્ને છેડેથી છેક ખારા સમુદ્ર સુધી પહોંચેલા છે. ૧-૧ પર્વતોનો વિસ્તાર ૨,૦૦૦ યોજનનો છે અને તેઓમાં પ્રથમપ્રથમ પર્વત કરતાં બીજો બીજો લંબાઈમાં જ દશાંશથી કાંઇક અંશે ઓછો છે. (ઊંચાઈ કે વિસ્તારમાં નહીં...) એ જ રીતે ઈલાવૃત્તથી દક્ષિણમાં નિષધ, હેમકૂટ તથા હિમાલય નામે ત્રણ પર્વતો આવેલા છે. તેઓ પણ પૂર્વ દિશા તરફ લાંબા ગયેલા છે અને પૂર્વોક્ત નીલ વગેરે પર્વતોની પેઠે જ દરેક ૧૦,૦૦૦ યોજન ઊંચા છે અને અનુક્રમે હરિવર્ષ, કિમ્પુરુષ અને ભારત વર્ષનો સીમાડો સૂચવનાર છે. આ ત્રણ પર્વતો પણ પૂર્વે કહેલા ત્રણ પર્વતોની પેઠે બન્ને બાજુ છેડેથી ખારા સમુદ્ર સુધી પહોંચેલા છે. તેમજ ૨,૦૦૦ યોજનના વિસ્તારવાળા છે તે જ પ્રમાણે ઈલાવૃત્તની પશ્ચિમે તથા પૂર્વે માલ્યવાન્ તથા ગંધમાદન નામના ૨ પર્વતો આવેલા છે. તેઓ બન્ને ઉત્તરથી નીલ પર્વત સુધી અને દક્ષિણથી નીષધ પર્વત સુધી લાંબા૨,૦૦૦ યોજન પહોળા અને અનુક્રમે કેતુમાલ અને ભદ્રાશ્વ ક્ષેત્રનો સીમાડો કરે છે.
જાણવા જેવી ભૂમિકા
જંબુદ્રીપનાં મધ્યબિંદુથી દક્ષિણ-ઉત્તર રેખામાં પ્રથમ મેરુપર્વત ૧૬,૦૦૦ યોજનમાં આવેલો છે. તે પછી ઈલાવૃત્ત ક્ષેત્ર ૧૮,૦૦૦યોજનમાં વિસ્તરેલું છે. તે પછી ૬ ક્ષેત્રો ૫૪,૦૦૦ યોજનમાં ને ૬ મર્યાદા પર્વતો ૧૨,૦૦૦ યોજનમાં રહ્યા છે. એકંદરે બન્ને દિશાઓમાં ૧ લાખ યોજન મળી રહે છે. તે જ પ્રમાણે પૂર્વ-પશ્ચિમમાં રેખામાં પણ મધ્યભાગમાં પ્રથમ મેરુપર્વત ૧૬,૦૦૦ યોજનમાં, ઈલાવૃત્ત ક્ષેત્ર ૧૮,૦૦૦ યોજનમાં અને પછી ૨ પર્વતો ૪-૪ હજાર યોજનમાં અને ૨ ખંડો ૬૨-૬૨ હજાર યોજનમાં એમ એકંદરે બન્ને દિશાઓમાં ૧-૧ લાખ યોજનનું જંબુદ્વીપનું પ્રમાણ મળી રહે છે.
૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org