________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા ૭૨. ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં સમાનતા નથી # વિજ્ઞાનીઓ કહે છે કે ઉનાળામાં પૃથ્વીનો ઉત્તર ધ્રુવ સૂર્ય તરફ નમેલો હોવાથી ઉત્તર ધ્રુવમાં છે મહિનાનો દિવસ હોય છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઉત્તર ધ્રુવમાં શિયાળો હોય ત્યારે દક્ષિણ ધ્રુવમાં ઉનાળો હોય છે. જો કે ઉત્તર ધ્રુવમાં છ મહિનાનો દિવસ હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાની રાત્રી હોતી નથી. વળી ઉત્તર ધ્રુવમાં છ મહિનાની રાત્રી હોય છે ત્યારે દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ જોવા મળતો નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં એકસરખી પરિસ્થિતિ જોવા મળતી નથી. દક્ષિણ પ્રદેશમાં ક્યાંય છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રી જોવા મળતી નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. જ્યારે દક્ષિણ ધ્રુવ ન હોય ત્યારે પૃથ્વી ગોળ હોવાની અને ફરતી હોવાની વાત ખોટી સાબિત થાય છે.
૭૩. પૃથ્વીનો વ્યાસ કેટલો ? * જે વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે તેમની વચ્ચે પણ પૃથ્વીના વ્યાસ બાબતમાં મતભેદો છે. બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ એવા બે ગણિતશાસ્ત્રીઓની વાત કરે છે, જેમના પૃથ્વીના વ્યાસના અંદાજ બાબતમાં ૫૫ વારનો ફરક આવે છે. જયારે જયોર્જ હર્શલ નામના ખગોળશાસ્ત્રી પોતાના પુસ્તકમાં તેના કરતાં ૪૮૦ માઈલ ઓછો વ્યાસ ધરાવે છે. જે વિજ્ઞાનીઓ પૃથ્વીના વ્યાસ બાબતમાં અલગ અલગ આંકડાઓ આપે છે, તેમની વાત ઉપર વિશ્વાસ કેમ રખાય?
૩૪. વિજ્ઞાનીઓની વિચિત્ર ભાષા ૧૪ બ્રિટનના મહાન ખગોળશાસ્ત્રી રિચર્ડ પ્રોક્ટર એક પુસ્તમાં લખે છે કે “સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે એમ ધારી લેવામાં કોઈ હરકત નથી.” આ વાક્ય ઉપરથી ખ્યાલ આવે છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે એ ધારી લેવામાં આવેલી વાત છે; સાબિત થયેલું સત્ય નથી.
૩૫. ગુરુત્વાકર્ષણ કાપનિક વસ્તુ છે સર આઈઝેક ન્યુટને વૃક્ષ ઉપરથી સફરજન નીચે પડતાં જોયું ત્યારે તેમને વિચાર આવ્યો કે પૃથ્વીમાં બધી ચીજોને પોતાની તરફ આકર્ષવાની શક્તિ છે, જેને ગુરુત્વાકર્ષણ નામ આપવામાં આવ્યું. હકીકતમાં વિજ્ઞાનીઓની આ મોટી ઐતિહાસિક ભૂલ હતી. પૃથ્વી જો બધી જ ચીજોને પોતાની તરફ આકર્ષતી હોય તો શા માટે ધુમાડો નીચે આવવાને બદલે ઉપર તરફ જાય છે? શા માટે લોહચુંબક વડે જમીન ઉપર પડેલી સોય પણ ઊપર તરફ ખેંચાઈ જાય છે? તેના જવાબો મળતા નથી. હકીકત એ છે કે વસ્તુઓ પોતાના ગુરુ અથવા લઘુ સ્વભાવને કારણે નીચે અથવા ઊપરની તરફ ગતિ કરે છે. તેમાં ગુરુત્વાકર્ષણની કોઈ ભૂમિકા નથી. ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમના આધારે જ પૃથ્વીને ગોળ અને ફરતી દર્શાવી શકાય છે. આ નિયમ ખોટો સાબિત થઈ જાય એટલે પૃથ્વી સપાટ અને સ્થિર સાબિત થઈ જાય છે. (૩૨૦ }
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org