________________
જૈન કોસ્મોલોજી
૧૦.
શું ! ખરેખર પૃથ્વી ફરે છે ?
આજે જગત પર પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા મથતા વિજ્ઞાનવાદની કેટલીક તદ્દન વિસંવાદી ભ્રામક વાતો પણ બાહ્ય-આડંબર અને પ્રચારના બળે જનતાના માનસમાં સ્થિર થવા પામી છે. તેમાંની એક વાત છે કે “પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.” પરંતુ વિજ્ઞાન એ પ્રયોગસિદ્ધ મનાય છે જ્યારે ‘‘પૃથ્વી ફરે છે” તે બાબત કોણે ક્યા પ્રયોગથી નક્કી કર્યું ? એ જ વાત પ્રમાણસિદ્ધ નથી, માત્ર કલ્પનાના ઘોડા દોડાવીને આ વાત લોકોના માનસમાં ડોલાણ ઊભું કરે તે રીતે રજૂ થઈ છે. પૃથ્વીની ગતિ વિજ્ઞાનની દૃષ્ટિએ ત્રણ જાતની મનાય છે. (૧) ધરી પરની ગતિ, જેનાથી દિવસ - રાત થાય છે. તે કલાકના ૧,૧૦૦ માઈલની હોય છે. (૨) સૂર્યની આસપાસ ગતિ, જેનાથી ઋતુઓ થાય છે તે કલાકના ૬૬,૦૦૦ માઈલની હોય છે અને (૩) સૂર્ય સાથે ગતિ, કલાકના ૭,૨૦,૦૦૦ માઈલની, કેમ કે સૂર્ય પણ શૌરી નામના ગ્રહ તરફ સેકંડના ૨૦૦ માઈલની સ્પીડથી પોતાની આખી ગ્રહમાળાને લઈને ધસી રહ્યો છે. આ ત્રણ જાતની ગતિનો સુમેળ રાખી પૃથ્વી ગતિ કરે છે.
અહીં સવાલ મહત્ત્વનો એ થાય છે કે ૪ કલાકે ૭,૨૦,૦૦૦| ૬૬,૦૦૦ ૧,૧૦૦ માઈલની ઝડપથી ફરનારી પૃથ્વી પરના પદાર્થો બધા વ્યવસ્થિત શી રીતે રહે ?
呀
વળી આટલી ઝડપથી પૃથ્વી પશ્ચિમથી પૂર્વમાં જતી હોય તો સદા માટે પૃથ્વી પર પવનનો સામી દિશાનો ઘસારો કેટલો બધો અનુભવાય ?
I
પૃથ્વી આટલી ઝડપથી ફરતી હોય તો આકાશમાં ઊડેલ પક્ષી પાછું પોતાના માળામાં શી રીતે પહોંચી શકે ?
જાણવા જેવી ભૂમિકા
唔 વળી જમીન ૫૨ ઊભો રહેલ શિકારી અચૂક નિશાન શી રીતે સાધી શકે ?
આના સમાધાનમાં આપતી દલીલો ‘વાતાવરણ પણ પૃથ્વી સાથે ફરે છે’’ તે તર્કસંગત નથી. કેમ કે
સંસારમાં કોઈ પણ વાહન, ગાડી, મોટર કે પ્લેન પોતાની સાથે વાતાવરણને પણ લઈને દોડતું હોય એ સંભવિત નથી. વળી તા. ૨૦-૧૨-૧૯૬૭ના ટાઈમ્સ ઓફ ઈંડિયામાં પ્રકાશિત ઈંડિયા સાયન્સ એકેડમી દિલ્હી તરફથી યોજાયેલ બેંગ્લોરની મીટિંગમાં નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત વૈજ્ઞાનિક C. V. રામને “પૃથ્વી સાથે વાતાવરણ નથી ફરતું” એવી વૈજ્ઞાનિક શોધ ઉપર આપેલ મહત્ત્વના પ્રવચન ઉપરથી તો સ્પષ્ટ સાબિત થાય છે કે, “પૃથ્વીની ગતિ અને વાતવરણની ગતિ ભિન્ન છે.”
时
વળી પૃથ્વી ગતિશીલ હોય તો એરોપ્લેનમાં બેસી અદ્ધર આકાશમાં સ્થિર થઈ કલાકના ૧,૧૦૦ માઈલના વેગથી પૃથ્વીનો ગોળો ફરે તો જ્યાં ઈચ્છા હોય ત્યાં ઊતરી શકાય તો પછી પ્લેનને ગતિશીલ ક૨વાની જરૂર શી?
૩૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org