________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા પૃથ્વીના ગુરુત્વકેન્દ્રથી દૂર હોવું જોઈએ અને ઉત્તર તેમજ દક્ષિણ ધ્રુવ નજીક હોવા જોઈએ. જો આ વાત પણ સાચી હોય તો એક મનુષ્યનું ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ પર જેટલું વજન થાય તેના કરતાં વિષુવવૃત્ત ઉપર ઓછું વજન થવું જોઈએ. આજ દિવસ સુધી આ વાત વિજ્ઞાનીઓ સાબિત કરી શક્યા નથી. કોઈપણ વ્યક્તિનું વજન પૃથ્વીના કોઈપણ ભાગમાં એકસરખું જ જોવા મળે છે. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી વિષુવવૃત્ત આગળ ફૂલી ગયેલી નથી અને હકીકતમાં પૃથ્વી ફરતી નથી અને ગોળ પણ નથી.
૯૯. ગોળાનો મધ્યભાગ ન હોય જ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે પૃથ્વી ગોળ છે, માટે તેમાં ઊપર, નીચે, ડાબે, જમણે, એવું કંઈ નથી. જો આ વાત સાછી હોય તો તેમાં ઉત્તર, ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને વિષુવવૃત્ત કેમ હોઈ શકે? ગોળામાં તો કોઈ ઉત્તર, દક્ષિણ કે મધ્ય શક્ય નથી. જો વિષુવવૃત્ત પૃથ્વીના ગોળાના મધ્યમાં દોરેલી કાલ્પનિક રેખા હોય તો ગોળાના મધ્યમાંથી આવી અસંખ્ય વર્તુળાકાર રેખાઓ દોરી શકાય. એ બધાને વિષુવવૃત્ત તરીકે શા માટે ઓળખાવી ન શકાય? જો પૃથ્વીનો ગોળો બધી બાજુએથી સમાન હોય તો શા માટે વિષુવવૃત્ત તરીકે ઓળખાવી રહેલો ભાગ જ ફૂલી ગયો છે? શા માટે ધ્રુવ પ્રદેશો ચપટા છે? શા માટે આ ગોળાની ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી? આ બધા જ સવાલોના કોઈ જવાબો આજના વિજ્ઞાનીઓ પાસે નથી, કારણ કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.
૧૦૦. પૃથ્વી ઉપર અજાણ્યા પ્રદેશો છે # આજના ભૂગોળશાસ્ત્રીઓ પૃથ્વીના ગોળાનો જે આકાર રજૂ કરે છે તે મુજબ આજની તારીખમાં આ પૃથ્વી ઊપર એક પણ પ્રદેશ એવો નથી કે જેની આપણને જાણ ન હોય અને જયાં આપણે પહોંચ્યા ન હોઈએ. તેમ છતાં આજે પણ એટલાન્ટિક મહાસાગરમાં બર્મુડા ટ્રાયેન્ગલ નામનો વિસ્તાર છે, જ્યાં મોટાં મોટાં વિમાનો અને સ્ટીમરો ગુમ થઈ જાય છે પણ તેનો ક્યારેય પત્તો લાગતો નથી. આ સ્ટીમરોનો કે વિમાનનો કાટમાળ અથવા તેમાં રહેલા મનુષ્યોના મૃતદેહો પણ કદી હાથમાં આવતા નથી. એવું કહેવાય છે કે બર્મુડા ટ્રાયેન્ગલ એવી અજ્ઞાત પૃથ્વીનું પ્રવેશદ્વાર છે, જ્યાં હજી સુધી કાળા માથાનો માનવી પહોંચી શક્યો નથી. પૃથ્વી ઉપર આવો એક પણ પ્રદેશ હોય તો પૃથ્વીનો વર્તમાન નકશો ખોટો સાબિત થાય છે અને પૃથ્વી દડા જેવી ગોળ હોવાની માન્યતા પણ ખોટી પડે છે.
૧૦૧. એન્ટાર્કટિકા ખંડ સાબિતી છે # પૃથ્વી દડા જેવી ગોળ ન હોવાની સૌથી મોટી સાબિતી દક્ષિણ મહાસાગરને છેવાડે આવેળો હિમાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડ છે. હજી સુધી કોઈ કાળા માથાનો માનવી સ્ટીમરમાં કે વિમાનમાં બેસીને આ ખંડની આરપાર નીકળી શક્યો નથી. અત્યારે જેટલા લોકો એન્ટાર્કટિકાનો પ્રવાસ કરે છે તેઓ તેના પરિઘ ઊપર જઈને પાછા ફરે છે, પણ કેન્દ્ર સુધી કોઈ પહોંચતું નથી. આધુનિક વિમાનો કે હેલિકોપ્ટરો વડે પણ એન્ટાર્કટિકા ખંડને કોઈ ઓળંગી શક્યું નથી. આ માટેના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. જેને
(૩૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org