________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા જ (૧) પૃથ્વીના ભ્રમણના વેગથી ઉત્પન્ન થતા વાયુ વડે મોટા-મોટા મહેલ અને પર્વતના શિખર અવશ્ય તૂટી પડે અને બધી ધ્વજાઓ પશ્ચિમ તરફ ફરકવા લાગે. કારણ કે તીવ્ર વેગથી કોઈ પણ વસ્તુનું સ્થિર રહેવું શક્ય નથી.
(શ્રીપતિ પંડિતજી) (૨) જેમ સૂર્ય અને અગ્નિમાં ઉષ્ણતા, ચંદ્રમાં શીતલતા, પાણીમાં પ્રવાહિતતા, પથ્થરમાં કઠોરતા, વાયુમાં ચંચલતા હોય છે તેવી જ રીતે પૃથ્વી સ્વભાવથી જ અચલા છે કેમ કે વસ્તુતઃ વસ્તુની અંદર એક વિચિત્ર પ્રકારની શક્તિ હોય છે. આથી સ્થિરત્વ તે પૃથ્વીનો સ્વભાવ છે.
(શ્રી ભાસ્કરાચાર્ય રચિત-શિરોમણિ ગોલાધ્યાય પૂર્વ શ્લોક) If (૩) કેટલીક વ્યક્તિઓનું એવું કથન છે કે પૃથ્વી ફરે છે અને તારા તથા ગ્રહ-ગણાદિ સ્થિર છે. પરંતુ જો એવું હોય તો પોતાનો માળો છોડી આકાશમાં ઊડતાં પક્ષી કેટલાક સમય બાદ ફરી પાછાં પોતાના માળામાં શી રીતે આવી શકે?
(શ્રી વરાહમિહિર પંચસિદ્ધાંતિકા અ-૧૨, શ્લોક-૬) જ (૪) જો પૃથ્વી ફરતી હોય તો પક્ષી પોતાના માળાઓમાં પાછાં કેવી રીતે આવે છે? તથા આકાશમાં ફેંકાતું તીર ક્યાંક વિલીન કેમ થતું નથી? અથવા તે પૂર્વ કે પશ્ચિમમાં વિષમ ગતિવાળાં કેમ બનતાં નથી ? (અથવા પૂર્વ તરફ ફેકેલું બાણ પશ્ચિમ તરફ અથવા પશ્ચિમ તરફ ફેંકેલું બાણ પૂર્વાભિમુખ કેમ બનતું નથી?) હવે જો એમ કહેવામાં આવે કે પૃથ્વીની ગતિ મંદ છે આથી આવું બને છે તો ફક્ત એક દિવસમાં જ શી રીતે તે પૂર્વ ગોલાધે ફરી શકે ? એક રાત-દિવસમાં એના ભ્રમણની શક્યતા કેવી રીતે?
(સિદ્ધાંત શિરોમણિ-શિષ્ય ધીવૃદ્ધિદ તંત્ર- ગોલાધ્યાય શ્લોક ૩૮-૫૩) R (૫) ભ્રમણનો સિદ્ધાંત પ્રત્યક્ષ બાધિત છે, કેમ કે “પૃથ્વી ફરે છે” એનો નિર્ણય પ્રત્યક્ષ અનુભવથી થતો નથી જયારે “પૃથ્વી સ્થિર છે” એવો અનુભવ બધાને થાય છે આથી પૃથ્વીની સ્થિરતા સંબંધિત અનુભવને ભ્રમ કહી શકાય નહિ કારણ કે બધા દેશ અને બધા કાળમાં બધા મનુષ્યોને “પૃથ્વી ફરે છે” એવો અનુભવ થતો નથી. હોડી વગેરેમાં બેઠેલાને હોડી સ્થિર છે એવો અનુભવ અવશ્ય થાય છે પરંતુ સ્થિરતાનો અનુભવ વસ્તુતઃ ભ્રમ છે. કારણ કે બીજાઓને (હોડીમાં બેઠેલાઓને અથવા કિનારા પર ઊભેલ વ્યક્તિઓને) હોડી વગેરે ચાલે છે તેનો અનુભવ થાય છે આ દલીલથી હોડીની સ્થિરતાનો અનુભવ મિથ્થા સાબિત થાય છે, તેથી સિદ્ધ થાય છે કે પૃથ્વી સ્થિર છે. જ (૬) “પૃથ્વી ભ્રમણશીલ નથી” પૃથ્વીમાં ગુત્વ અને સ્થિતિસ્થાપક ધર્મ નિહિત છે આથી તે ગતિ કરી શકતી નથી. જો પૃથ્વી ભ્રમણશીલ છે, તો તે ગુરુત્વ અને સ્થિતિસ્થાપક ધર્મવાળી ન હોઈ શકે જેમકે વાયુ અને અગ્નિ - વાયુમાં ગુરુત્વ નથી તેથી તે અસ્થિર છે અને અગ્નિમાં સ્થિતિસ્થાપકતા નથી આથી તે સ્થિર નથી. પૃથ્વીની બાબતમાં આનું કોઈ પ્રમાણ નથી આથી પૃથ્વી ભ્રમણશીલા નથી.
(સૂર્ય ગતિ વિજ્ઞાન) E૪ (૭) ઈસ્લામ ધર્મગ્રંથ “કુરાને શરીફ” માં આ વિષયને લગતી એવી જ માન્યતાઓ જોઈએ
૩૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org