________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા આજના વિજ્ઞાનીઓ દક્ષિણ ધ્રુવ કહે છે તે પ્રદેશ સુધી પણ કોઈ પહોંચી શકતું નથી. આ ઉપરથી સાબિત થાય છે કે અજ્ઞાત વિશ્વ બહુ મોટું છે, જેનો પ્રારંભ એન્ટાર્કટિકાથી થાય છે. પૃથ્વીમાં દક્ષિણ ધ્રુવ જેવું કોઈ કેન્દ્ર જ નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી.
“જેને ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન” પુસ્તકમાંથી સાભાર..
૯. ખ્રિસ્તી ઘર્મ પણ પૃથ્વીને સપાટ માને છે # ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઈબલમાં પણ અનેક સ્થળે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે, એવી માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું છે, તે જેમકે...
બાઈબલના જિનેસીસ ૧૧:૧-૯ (૪) માં લખવામાં આવ્યું છે કે “પછી તેમણે કહ્યું કે - ચાલો આપણે એક શહેર બનાવીએ, જેમાં સ્વર્ગમાં પહોંચતો એક ટાવર હોય.” બાઈબલના ઈસાઈહા ૧૧:૧૨ માં લખવામાં આવ્યું છે કે “પછી તેઓ ઈઝરાયલના નાતબહાર મુકાયેલાને ભેગા કરશે અને દુનિયાની ચાર કિનારી ઊપર તેમને મોકલશે.” ડેનિયલ ૪:૧૧ માં લખવામાં આવ્યું છે કે “પછી તે મજબૂત વૃક્ષ ઊગ્યું અને તે સ્વર્ગ સુધી ઊંચું ગયું. ત્યાંથી પૃથ્વીનો છેડો દેખાતો હતો.” બાઈબલના સાલ્મ ૯૩:૧ માં લખ્યું છે કે “પૃથ્વી એટલી મજબૂત છે કે તેને હલાવી ન શકાય.” બાઈબલના એક્સેલેસિયાટસ ૧:૫ માં લખ્યું છે કે “સૂર્ય ઊગે છે અને સૂર્ય આથમે છે. તે જ્યાંથી ઊગ્યો હોય ત્યાં પાછો ઝડપથી પહોંચી જાય છે.” આ વિધાન ઊપરથી ખ્યાલ આવે છે કે બાઈબલના મત મુજબ સૂર્ય ફરે છે અને પૃથ્વી સ્થિર છે.
બાઈબલના ઈસાઈહા ૪૦:૨૨ માં લખવામાં આવ્યું છે કે “તેઓ પૃથ્વીના વર્તુળમાં સિંહાસન ઊપર બિરાજમાન છે.” આ વિધાનને કેટલાક આધુનિક વિજ્ઞાનવાદીઓ પૃથ્વી ગોળ હોવાની માન્યતાના સમર્થન તરીકે જુએ છે; પણ બાઈબલમાં જે ગોળાકારની વાત કરવામાં આવી છે તે થાળી જેવા સપાટ ગોળાકારની વાત છે. બાઈબલના જોબ ૩૭:૩૩ માં લખવામાં આવ્યું છે કે “મેં જ્યારે પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તમે ક્યાં હતા?” આ રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ પૃથ્વીને સ્થિર અને સપાટ જ માનવામાં આવી છે.
“જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન” પુસ્તકમાંથી સાભાર.....
૩૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org