SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી જાણવા જેવી ભૂમિકા આજના વિજ્ઞાનીઓ દક્ષિણ ધ્રુવ કહે છે તે પ્રદેશ સુધી પણ કોઈ પહોંચી શકતું નથી. આ ઉપરથી સાબિત થાય છે કે અજ્ઞાત વિશ્વ બહુ મોટું છે, જેનો પ્રારંભ એન્ટાર્કટિકાથી થાય છે. પૃથ્વીમાં દક્ષિણ ધ્રુવ જેવું કોઈ કેન્દ્ર જ નથી, જેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી. “જેને ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન” પુસ્તકમાંથી સાભાર.. ૯. ખ્રિસ્તી ઘર્મ પણ પૃથ્વીને સપાટ માને છે # ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઈબલમાં પણ અનેક સ્થળે પૃથ્વી સ્થિર છે અને સપાટ છે, એવી માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું છે, તે જેમકે... બાઈબલના જિનેસીસ ૧૧:૧-૯ (૪) માં લખવામાં આવ્યું છે કે “પછી તેમણે કહ્યું કે - ચાલો આપણે એક શહેર બનાવીએ, જેમાં સ્વર્ગમાં પહોંચતો એક ટાવર હોય.” બાઈબલના ઈસાઈહા ૧૧:૧૨ માં લખવામાં આવ્યું છે કે “પછી તેઓ ઈઝરાયલના નાતબહાર મુકાયેલાને ભેગા કરશે અને દુનિયાની ચાર કિનારી ઊપર તેમને મોકલશે.” ડેનિયલ ૪:૧૧ માં લખવામાં આવ્યું છે કે “પછી તે મજબૂત વૃક્ષ ઊગ્યું અને તે સ્વર્ગ સુધી ઊંચું ગયું. ત્યાંથી પૃથ્વીનો છેડો દેખાતો હતો.” બાઈબલના સાલ્મ ૯૩:૧ માં લખ્યું છે કે “પૃથ્વી એટલી મજબૂત છે કે તેને હલાવી ન શકાય.” બાઈબલના એક્સેલેસિયાટસ ૧:૫ માં લખ્યું છે કે “સૂર્ય ઊગે છે અને સૂર્ય આથમે છે. તે જ્યાંથી ઊગ્યો હોય ત્યાં પાછો ઝડપથી પહોંચી જાય છે.” આ વિધાન ઊપરથી ખ્યાલ આવે છે કે બાઈબલના મત મુજબ સૂર્ય ફરે છે અને પૃથ્વી સ્થિર છે. બાઈબલના ઈસાઈહા ૪૦:૨૨ માં લખવામાં આવ્યું છે કે “તેઓ પૃથ્વીના વર્તુળમાં સિંહાસન ઊપર બિરાજમાન છે.” આ વિધાનને કેટલાક આધુનિક વિજ્ઞાનવાદીઓ પૃથ્વી ગોળ હોવાની માન્યતાના સમર્થન તરીકે જુએ છે; પણ બાઈબલમાં જે ગોળાકારની વાત કરવામાં આવી છે તે થાળી જેવા સપાટ ગોળાકારની વાત છે. બાઈબલના જોબ ૩૭:૩૩ માં લખવામાં આવ્યું છે કે “મેં જ્યારે પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તમે ક્યાં હતા?” આ રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ પૃથ્વીને સ્થિર અને સપાટ જ માનવામાં આવી છે. “જૈન ભૂગોળનું તર્કશુદ્ધવિજ્ઞાન” પુસ્તકમાંથી સાભાર..... ૩૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy