________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
આ કેન્દ્રત્યાગી બળ કરતાં વધુ જોરદાર હોય તો આપણે બધા પૃથ્વી સાથે સજ્જડપણે ચોંટીને જ રહેવા જોઈએ. આપણે મુક્તપણે હલનચલન કરી શકીએ છીએ અને ફેંકાઈ જતા નથી; જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ફરતી નથી અને ગોળ નથી.
૯૧. પૃથ્વીની ગતિનો અનુભવ થતો નથી.
આપણે કલાકના ૧૦૦ કિલોમીટરના વેગથી જતી ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે તેની ગતિનો અનુભવ થાય છે તો એક મિનિટના ૧૧૦૦ માઈલના વેગથી ફરતી પૃથ્વીની ગતિનો અહેસાસ કેમ નથી થતો ? કારણ કે પૃથ્વી ફરતી જ નથી.
૯૨. દરરોજ ભૂકંપ આવતા નથી
એક ખાલી ગોળાને અડધો પથરાથી ભરો. બાકીના ભાગ પૈકી અડધા ભાગમાં ભીની માટી ભરો. હવે જે ભાગ ખાલી રહે તેના અડધા ભાગમાં પાણી ભરો અને બાકીનો અડધો ભાગ ખાલી રહેવા દો. હવે
આ ગોળાની બરાબર મધ્યમાંથી એક સળિયો પસાર કરો અને આ સળિયાની ધરી પર ગોળાને જોરથી ઘુમાવો. આ ગોળામાં માટી, કાંકરા, પાણી વગેરેના અથડાવાનો અવાજ આવ્યા વિના રહેશે નહીં. હવે આ ગોળામાં કેટલાંક છિદ્રો પાડી તેને ઘુમાવો. છિદ્રોમાંથી માટી, પાણી, કાંકરા વગેરે તીવ્ર ગતિએ બહાર આવશે. આજના વિજ્ઞાનીઓના મતે આપણી પૃથ્વી પણ આ ગોળા જેવી છે, જે મિનિટના ૧૧૦૦ માઈલની ઝડપે ગોળ-ગોળ ઘૂમે છે. તો પછી શા માટે તેમાંથી બધું બહાર નથી આવતું ? કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી પણ નથી.
呀
૯૩. બધું જ ફર્યા કરતું હોવું જોઈએ
આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને સૂર્યની આજુબાજુ અને પોતાની ધરીની આજુબાજુ ફરતી માને છે. પૃથ્વી જો સૂર્યની આજુબાજુ ફરતી ન હોય તો પોતાની ધરીની આજુબાજુના પરિભ્રમણને કારણે અવકાશમાં ફંગોળાઈ જાય. અવકાશમાં સૂર્ય પણ સ્થિર રહી શકતો નથી. ન્યુટનની ગતિના નિયમ મુજબ તેણે પણ
કોઈ તારાની આજુબાજુ ફરવું જરૂરી છે. અન્યથા ન્યુટનનો નિયમ ખોટો સાબિત થાય. સૂર્ય જે તારાની આજુબાજુ ફરતો હોય એ તારો પણ કોઈ બીજા મોટા તારાની આજુબાજુ ફરતો હોવા જોઈએ. ન્યુટનના નિયમ મુજબ અવકાશમાં કોઈ વસ્તુ સ્થિર રહી શકે નહીં. આ રીતે પ્રત્યેક અવકાશી પદાર્થ અન્ય પદાર્થની આજુબાજુ ફરતો હોવો જોઈએ. છેવટે તો કોઈ વસ્તુ સ્થિર માનવી પડે. ત્યારે આ સ્થિર વસ્તુ કેમ સ્થિર છે તેનો જવાબ ન્યુટનની થિયરી આપી શકતી નથી. હકીકત એ છે કે આ સ્થિર પદાર્થ જ પૃથ્વી છે.
૯૪. બુધ અને સૂર્ય વચ્ચે કોઈ ગ્રહ નથી
આજના વિજ્ઞાનીઓએ બુધની અને સૂર્યની ગતિનું માપ કાઢીને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને આધારે એવું અનુમાન કર્યું હતું કે બુધ અને સૂર્ય વચ્ચે પણ ‘વલ્કન' નામનો ગ્રહ હોવો જોઈએ. ટેલિસ્કોપ વડે જોતાં
时
૩૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org