________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા કલ્પના છે. સૂર્ય અનાદિ કાળથી છે અને અનંત કાળ સુધી પ્રકાશવાનો છે. સૂર્ય જો ખરેખર ઘટતો હોય તો તેનો ક્યારેક નાશ થઈ શકે. આ વાત શક્ય નથી. માટે સૂર્ય પૃથ્વીથી મોટો નથી અને પૃથ્વી ગોળ નથી એ સાબિત થાય છે.
૮૧. ભરદરિયે પૃથ્વી ગોળ દેખાય છે ? IST આપણે ભરદરિયે જઈએ અને ચારે તરફ નજર કરીએ તો પૃથ્વી ગોળ દેખાય છે, જેના ઊપરથી આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી દડા જેવી ગોળ છે. બલૂનમાં કે વિમાનમાં ઊપર જતાં મનુષ્યને પણ પૃથ્વી ગોળ દેખાય છે. હકીકતમાં આ રીતે પૃથ્વી દડા જેવી નહીં પણ થાળી જેવી ગોળ અને સપાટ દેખાય છે. આજ સુધી કોઈ નાવિકે અથવા વિમાનીએ દડા જેવી ગોળ પૃથ્વી દેખાઈ હોવાનો દાવો કર્યો નથી. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.
૮૨. શું બધું જ ફરે છે ? જ આજના વિજ્ઞાનીઓ કહે છે કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, સૂર્યમાળા કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે. આમ કોઈ વસ્તુ સ્થિર નથી. કેટલાક વિજ્ઞાનીઓ કહે છે કે આખું બ્રહ્માંડ ફુગ્ગાની જેમ વિસ્તરી રહ્યું છે અને એક દિવસ ફૂટી જશે. આ બધી કલ્પનાઓ છે. સત્ય એ છે કે પૃથ્વી સ્થિર છે.
૮૩. દીવાલો સમાંતર હોય છે. * પૃથ્વી જો ગોળ હોય અને તેને કાટખૂણે જમીનથી સરખા અંતરે બે દિવાલો ઊભી કરવામાં આવે તો આ બે દિવાલોની ઊંચાઈ વધે તેમ તેમના ટોચના ભાગ વચ્ચે અંતર વધવું જોઈએ. એક ગોળા ઊપર બે લાકડાની પટ્ટીઓ કાટખૂણે મૂકીને પ્રયોગ કરી જુઓ. હકીકતમાં આ બે દિવાલો છેક સુધી સમાંતર રહે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.
૮૪. વિમાને ગતિ કરવાની શું જરૂર ? જ જો પૃથ્વી પોતાની ધરી ઉપર એક મિનિટના ૧૧૦૦ માઈલની ઝડપે ફરતી હોય તો કોઈ વિમાને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે પેટ્રોલ બાળવાની જરૂર નથી. વિમાન પહેલાં આકાશમાં 30,000 ફૂટ ઊંચે જાય અને ૧૦ મિનિટ સ્થિર રહીને નીચે આવે તો અમેરિકા આવી જવું જોઈએ. આવું બનતું નથી કારણ કે પૃથ્વી ગોળ નથી અને ફરતી નથી.
૮૫. એક ભૂલને છુપાવવા બીજી ભૂલ આજના વિજ્ઞાનીઓએ પહેલાં પૃથ્વીને દડા જેવી ગોળ માની લેવાની ભૂલ કરી. પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આકાશમાં અધ્ધર કેવી રીતે રહે? આ સવાલનો જવાબ મેળવવા પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોવાની કલ્પના કરવી પડી. પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી હોય તો સૂર્ય તેને ખેંચી ન લે ? એ
૩૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org