________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૬૯. તો બુધ-શુક દેખાય જ નહીં જ બુધ અને શુક્રના ગ્રહો પૃથ્વીના સૂર્યની આજુબાજુના પ્રદક્ષિણા પથની અંદર રહીને સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એવું આપણને કહેવામાં આવે છે. જો આ વાત સાચી હોય તો આપણે કદી આકાશમાં બુધ અને શુક્ર જોઈ શકીએ નહીં. આ ગ્રહો પૃથ્વી અને સૂર્ય વચ્ચે હોય ત્યારે આપણે જોઈ શકીએ; પણ સૂર્યના તેજને કારણે તે દેખાઈ શકે નહીં. આ ગ્રહો સૂર્યની પાછળ હોય ત્યારે પણ સૂર્યના તેજને કારણે અને સૂર્ય પાછળ ઢંકાઈ જવાને કારણે દેખાઈ શકે નહીં. પૃથ્વીના જે ભાગમાં રાત્રિ હોય તે ભાગ તો સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોવાથી આ દિશામાં બુધ અને શુક્ર દેખાય નહીં. કારણ કે તે તેમનો પ્રદક્ષિણાપથ પૃથ્વીની પ્રદક્ષિણા પથની બહારના નહીં પણ અંદરના ભાગમાં છે. જોકે આપણે બુધ અને શુક્રને રાત્રિના સમયે જોઈ શકીએ છીએ, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી.
૭૦. તો પૃથ્વી ઊપર કાયમ દિવસ 3 આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે સૂર્ય પૃથ્વીથી ૧૨ લાખ ગણો મોટો છે અને સવા નવ કરોડ માઈલ દૂર છે. આ કદ મુજબ સૂર્ય જો બે ફૂટનો વ્યાસ ધરાવતો આગનો ગોળો હોય તો પૃથ્વી તેનાથી ૪૩૦ ફૂટ દૂર રહેલો રાઈનો દાણો છે. સૂર્યનું કદ જો આટલું વિરાટ હોય તો તેનો પ્રકાશ એક સાથે સમગ્ર પૃથ્વી ઉપર પડવો જોઈએ, કારણ કે પ્રકાશના કિરણો પદાર્થની બાજુએથી વાંકા થવાનો ગુણ ધર્મ ધરાવે છે. જેને અંગ્રેજી માં ડિફલેકશન ઓફ લાઈટ' કહેવામાં આવે છે. જો આપણે રાઈના દાણાને પાવરફૂલ ટોર્ચના પ્રકાશમાં મૂકીએ તો અડધો નહીં પણ આખો રાઈનો દાણો પ્રકાશિત થઈ જાય છે. સૂર્ય જો પૃથ્વી કરતાં ૧૨ લાખ ગણો મોટો હોય તો પૃથ્વી ઉપર ૨૪ કલાક માટે પ્રકાશ રહેવો જોઈએ. પૃથ્વી ઉપર દિવસ-રાત થાય છે તેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી અને સૂર્ય પૃથ્વી કરતાં નાનો છે.
૭૧. સંધ્યાકાળે સૂર્ય લાલ દેખાય છે. # સૂર્યનો જયારે અસ્ત થતો હોય છે ત્યારે તેમાંથી લાલ રંગનાં કિરણો બહાર આવતાં હોવાથી સૂર્ય લાલ દેખાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે સંધ્યાકાળે સાત રંગ પૈકી લાલ રંગનું વક્રીભવન વધુ થતું હોવાથી માત્ર લાલ રંગનાં કિરણો જ આપણી આંખ સુધી પહોંચતાં હોવાથી સંધ્યાકાળે સૂર્યલાલ દેખાય છે. જો આ વાત ખરી હોય તો ઉદયના સમયે પણ સૂર્ય લાલ દેખાવો જોઈએ. વક્રીભવનનો જે નિયમ સંધ્યાકાળે કામ કરે છે તે ઉદયકાળે પણ લાગુ પડવો જોઈએ. હકીકતમાં સૂર્યનો ઉદય થાય છે ત્યારે લાલ દેખાતો નથી. આ વિચિત્રતાને સમજાવવા હવે કેટલાક વિજ્ઞાનીઓ પૃથ્વીને પણ ધૂમકેતુની જેમ પૂંછડું હોવાની વાતો કરવા લાગ્યા છે. હકીકતમાં સૂર્યને પૃથ્વી કરતાં મોટો માનવાને કારણે આ ગુંચવાડો પેદા થયો છે. સૂર્ય પૃથ્વી કરતાં મોટો નથી એ વાત ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી નથી.
૩૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org