________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા હકીક્તમાં છ મહિના દરમિયાન ધ્રુવના તારાના સ્થાનમાં એક અંશ જેટલો પણ ફરક આપણને દેખાતો નથી. જો આપણે ૧૯ કરોડ માઈલ દૂર ખસીએ અને તેમ છતાં ધ્રુવના તારાનું સ્થાન ન બદલાય તો આ વાત ભ્રમણા જ હોવી જોઈએ. ક્યાં તો ધ્રુવનો તારો પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ક્યાં પૃથ્વી સ્થિર છે. ધ્રુવનો તારો ફરતો હોય એવી કોઈ સંભાવના નથી માટે પૃથ્વીને સ્થિર માનવી જ પડે.
૫૧. ચંદ્રના ઉદયાતની દિશા જ આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે ચંદ્ર પશ્ચિમથી પૂર્વ દિશામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આપણું નિરીક્ષણ એમ કહે છે કે ચંદ્ર પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. એક જ ચંદ્ર બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી શકે નહીં. સૂર્યપૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે તે માટે આજના વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. જો પૃથ્વીને પશ્ચિમથી પૂર્વમાં ફરતી દેખાડવી હોય તો ચંદ્રને પણ પશ્ચિમથી પૂર્વ દિશામાં જ ગતિ કરતો બતાડવો પડેને? આજનું વિજ્ઞાન કહે છે કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યો છે. આ માન્યતાને કારણે જ ચંદ્રની ગતિ બાબતમાં આ ગૂંચવડો પેદા થયો છે. આ ગૂંચવડો જ સાબિત કરે છે કે પૃથ્વી ફરતી હોવાની આજના વિજ્ઞાનીઓની માન્યતા ભૂલભરેલી છે.
૫૨. ચંદ્રના પ્રદક્ષિણા સમય બાબતમાં ગોટાળો Isr આજના વિજ્ઞાનીઓ આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે ચંદ્રને પૃથ્વીની આજુબાજુ એક પ્રદક્ષિણા પૂરી કરતાં ૨૮ દિવસનો સમય લાગે છે અને પોતાની ધરી ઉપર એક ચક્કર ફરતાં પણ ૨૮ દિવસનો સમય લાગે છે. આપણું નિરીક્ષણ એમ કહે છે કે ચંદ્ર આશરે ૨૫ કલાકમાં પૃથ્વીની વર્તુળાકાર પ્રદક્ષિણા કરીને પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય છે. આપણને જે દેખાય છે તે સાચું માનવું કે વિજ્ઞાનીઓ કહે છે તે સાચું માનવું? આપણું નિરીક્ષણ એમ કહે છે કે સૂર્ય ૩૦ દિવસમાં પૃથ્વીની જેટલી વખત પ્રદક્ષિણા કરે છે તેના કરતાં ચંદ્ર એક પ્રદક્ષિણા ઓછી કરે છે. એટલે કે ચંદ્રદરરોજ ૧૨ અંશ જેટલો પાછળ જાય છે. ચંદ્ર ૧૨ અંશ પાછો પડે છે તેનો અર્થ વિજ્ઞાનીઓ એવો કરે છે કે તે ઊંધી દિશામાં દરરોજ ૧૨ અંશ આગળ જાય છે, આ વાત અતાર્કિક અને અવૈજ્ઞાનિક છે.
૫૩. રેખાંશ વર્તુળાકાર નથી # પૃથ્વીની જે રીતે પૂર્વ-પશ્ચિમ પ્રદક્ષિણા કરી શકાય છે તેમ ઉત્તર-દક્ષિણ પ્રદક્ષિણા કરી શકાતી નથી અને આજ સુધી કોઈએ કરી પણ નથી. કોઈપણ ગોળો ત્યારે જ સાચો કહેવાય જ્યારે તેની પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ સહિતની કોઈપણ દિશામાં પ્રદક્ષિણા કરી શકાય. આપણને એવું પણ કહેવામાં આવે છે કે ઉત્તરધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ વર્તુળાકાર છે અને તેને રેખાંશ કહેવામાં આવે છે. હકીકતમાં આ રેખાઓ વર્તુળાકાર નથી, કારણ કે તેમાં એક બિંદુથી એક જ દિશામાં પ્રવાસ કરતાં ફરી પાછા તે બિંદુ ઊપર આવી શકાતું નથી. વિજ્ઞાનીઓ રેખાંશને ૩૬૦ અંશમાં વહેંચે છે તે મોટી ભૂલ છે. ૩૬૦ અંશ
૩૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org