________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા દેખાય છે જેના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે” આ વાત એવી છે કે એક માણસ આપણને રસ્તા ઊપર સામેથી આવતો દેખાય છે; જેના ઊપરથી આપણે કહી શકીએ કે રસ્તો તે માણસ તરફ આવી રહ્યો છે.” આગળ વધતાં શ્રી લોકિર કહે છે કે “આપણને સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે આથમતા અને ઊગતા દેખાય છે તેનું કારણ એ હોઈ શકે કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્રતારાઓ ફરે છે; અથવા સૂર્ય-ચંદ્ર-તારાઓ સ્થિર છે અને પૃથ્વી ફરે છે. આ પણ કોઈ વૈજ્ઞાનિક વાત નથી પણ અટકળો છે. આવી અટકળોના આધારે પૃથ્વીને ગોળ અને ફરતી સાબિત કરી શકાય નહીં, તેના ઊપરથી તો સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર અને સપાટ છે.
૪૫. દક્ષિણમાં પણ ધ્રુવનો તારો દેખાય છે # આજના વિજ્ઞાનીઓ પૃથ્વીને દડા જેવી ગોળ માને છે. આ થિયરી જો સાચી હોય તો વિષુવવૃત્તની દક્ષિણે ધ્રુવનો તારો બિલકુલ દેખાવો જોઈએ નહીં અને ઉત્તર ધ્રુવ નજીક તે માથા ઊપર દેખાવો જોઈએ. વ્યાવહારિક અનુભવ એમ કહે છે કે વહાણવટીઓ વિષુવવૃત્તની દક્ષિણે ૨૦ ડીગ્રી અક્ષાંશ સુધી જાય છે તેમને પણ રાત્રિના સ્વચ્છ આકાશમાં ધ્રુવનો તારો દેખાય છે. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ હોવાની આજના વિજ્ઞાનીઓની માન્યતા ગલત છે. આપણે જેમ ઉત્તરધ્રુવની દિશામાં આગળ વધતા જઈએ તેમ ધ્રુવનો તારો ક્ષિતિજ ઊપર વધુ ને વધુ ઊંચો દેખાય છે તેનું કારણ પણ પૃથ્વીનો ગોળાકાર નથી પણ દષ્ટિસાપેક્ષતાનો નિયમ છે, જે મુજબ નજીકની વસ્તુની ઊંચાઈ વધુ દેખાય છે. તેનાથી પૃથ્વી ગોળ છે એવું સાબિત થતું નથી.
૪૬. લોલકની ગતિ વિપરીત છે. જ ઘણા વિજ્ઞાનીઓએ ઘડિયાળના લોલકના પ્રયોગથી પૃથ્વી ગતિમાન છે એવું સાબિત કરવાની કોશિશ કરી છે, પણ તેઓ આ પ્રયોગમાં સરિયામ નિષ્ફળતાને વર્યા છે. આ વિજ્ઞાનીઓએ એક ઊંચા ટાવરના અંદરના ભાગમાં વચ્ચે એક લાંબી દોરી બાંધીને તેના સાથે લોલક લટકાવ્યું હતું. આ લોલક નીચે એક ટેબલ રાખવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓની ધારણા એવી હતી કે જો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરતી હોય તો લોલકના આંદોલન પૂર્વથી પશ્ચિમ દિશામાં થવાં જોઈએ. હકીકતમાં જ્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે લોલક તેની વિરુદ્ધ દિશામાં વધુ ગતિથી આંદોલન કરી રહ્યું હતું. આ રીતે ખગોળશાસ્ત્રીઓ લોલકના પ્રયોગથી પૃથ્વી ફરે છે એવું સાબિત કરવામાં નિષ્ફળ ગયા હતા. આવા અનેક પ્રયોગોની નિષ્ફળતાથી સાબિત થાય છે કે પૃથ્વી સ્થિર અને સપાટ છે.
૪૭. આંકડાઓની માયાજાળ * બ્રિટનના વિખ્યાત ખગોળવિ રિચર્ડ પ્રોક્ટર કહે છે કે “આશરે ૧૦ લાખ પૃથ્વીઓ ભેગી થાય ત્યારે એક સૂર્ય બને છે. પ૩OO૦ સૂર્યો ભેગા થાય ત્યારે ‘વેગા' નામનો તારો બને છે. વળી ‘વેગા' તો
{ ૩૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org