________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૪૧. સૂર્યનું અંતર માપપટ્ટી તરીકે વાપરવાની ભૂલ જ આજના વિજ્ઞાનીઓએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જે પદ્ધતિએ નક્કી કર્યું છે તે પદ્ધતિ જ અવૈજ્ઞાનિક અને અતાર્કિક છે. આ કારણે વિજ્ઞાનીઓને સૂર્યનું અંતર ખોટું મળ્યું છે. હવે વિજ્ઞાનીઓ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરનો ફુટપટ્ટી તરીકે ઉપયોગ કરીને અન્ય તારાઓ તેમજ નક્ષત્રોનું અને અવકાશી પદાર્થોનું માપ કાઢી રહ્યા છે. આ અંતરના આધારે તેઓ અમુક તારાઓ આપણાથી આટલાં પ્રકાશવર્ષ દૂર છે, એવા દાવાઓ કરી રહ્યા છે. હવે સૂર્યનું અંતર માપવા માટે જે પાયો પકડવામાં આવ્યો છે તે જ ખોટો છે. આ ખોટા પાયાનો ઉપયોગ કરીને અન્ય અવકાશી પદાર્થોનું અંતર નક્કી કરવામાં આવ્યું છે તે પણ ખોટું છે. અવકાશી પદાર્થોનાં જો સાચાં અંતર જાણવો હોય તો પૃથ્વી ગોળ છે અને તે સૂર્યની આજુબાજુ ફરે છે એવી માન્યતા જ ધરમૂળથી સુધારવાની જરૂર છે.
૪૨. ગ્રહણની આગાહીઓ # આજના વિજ્ઞાનીઓ એમ કહે છે કે તેઓ પૃથ્વીને ગોળ અને ફરતી ગણીને વર્ષો પછી થનારાં સૂર્ય અને ચંદ્રગ્રહણોની સચોટ આગાહીઓ કરી શકે છે. હકીકત એ છે કે ગ્રહણની સચોટ આગાહીઓ નિયમિત નિરીક્ષણ અને ગણિતને આધારે પણ કરી શકાય છે. ઈસવી સન્ પૂર્વથઈ ગયેલા ખગોળવિદ્ ટોલેમીએ તે સમયે પૃથ્વી સપાટ હોવાની હકીકતને આધારે ૬૦૦ વર્ષ સુધી થનારાં ગ્રહણોની સચોટ આગાહી કરી હતી. આ માટે તેને પૃથ્વી ગોળ છે અને સૂર્યની આજુબાજુ ફરે છે એવી વિચિત્ર કલ્પના કરવાની જરૂર નહોતી પડી. હકીકતમાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણો બાબતમાં ભારતના અને યુરોપના જૂના જમાનાના ખગોળશાસ્ત્રીઓએ જે વિગતો એકઠી કરી હતી તેના આધારે જ આજના વિજ્ઞાનીઓ ગ્રહણની સચોટ આગાહીઓ કરી રહ્યા છે, આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે.
૪૩. ચીનની ૭૦૦ માઈલ લાંબી નહેર ઘઉ ચીનમાં સેંકડો વર્ષો અગાઉ એક નહેર ખોદવામાં આવી છે, જેની લંબાઈ ૭00 માઈલ જેટલી છે. આ નહેર જો પૃથ્વીને દડા જેવી ગોળ માનીને ખોદવામાં આવી હોત તો તેમાં હજારો ફૂટ ઊંડી ખોદાઈ કરવી પડી હોત. આમ ન કરતાં પૃથ્વી સપાટ છે, એમ માનીને ખોદકામ કરવામાં આવ્યું હતું. પૃથ્વી જો ખરેખર ગોળ હોત તો ૭00 માઈલ લાંબી નહેરમાં એક છેડેથી બીજા છેડા સુધી પાણી પહોચે નહીં, કારણ કે પાણીને હજારો ફૂટ ઊંચી ટેકરી ચડીને બીજા છેડે ઊતરવું પડે. આ નહેર બાંધનારા ચીનના જૂના જમાના ઈજનેરો પૃથ્વીને સપાટ માનીને કામ કરતા હતા, જેને કારણે તેમને કોઈ સમસ્યા નડી નહોતી. ગુજરાતમાં નર્મદાની નહેર પણ આશરે ૫૦૦ કિલોમીટર લાંબી છે. તેનું બાંધકામ પણ પૃથ્વીને સપાટ માનીને જ કરવામાં આવ્યું છે, આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી.
૪૪. વિજ્ઞાનીઓની કાલ્પનિક વાતો જ શ્રી જે. એમ. લોકિર નામના ખગોળશાસ્ત્રી કહે છે કે “સૂર્યપૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતો
૩૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org