________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૬૦. તારાઓની અપેક્ષાએ પૃથ્વી ફરતી નથી બ્રિટનના ખગોળશાસ્ત્રી શ્રીમાન હાઈન્ડ કહે છે કે “ખગોળવિદો જ્યારે પથ્થર ઉપર ફિક્સ કરેલા ટેલિસ્કોપથી તારાઓ નિહાળતા હોઈએ ત્યારે પૃથ્વીની ગતિને કારણે તારાઓ પણ ટેલિસ્કોપમાં એકાદ વાળ જેટલું અંતર ખસતા હોવાનું જણાય છે. અહીં શ્રી હાઈન્ડ એમ કહેવા માગે છે કે તારાઓ સ્થિર છે, પણ પૃથ્વી સૂર્યની આજુબાજુ ૬૦કરોડ માઈલના પથમાં પ્રદક્ષિણા કરતી હોવાથી લાખો માઈલ દૂર રહેલા તારાઓ જરાક ખસતા દેખાય છે. જો તારાઓ કરોડો માઈલ દૂર આવેલા હોય તો પૃથ્વીની ગતિ તેની સરખામણીએ અત્યંત સૂક્ષ્મ ગણાય અને આ ગતિને કારણે તારાઓ ખસતા દેખાય જ નહીં. તારાઓ ખસતા દેખાતા હોય તો તેનું એકમાત્ર કારણ એ હોઈ શકે કે તારાઓ આકાશમાં ખરેખર ખસતા હોય છે. તારાઓ ખસતા હોય એટલા ઊપરથી સાબિત નથી થતું કે પૃથ્વી ફરે છે.
૬૧. ચીનની લાંબી દીવાલ * આજથી આશરે ૨૫૦૦ વર્ષ અગાઉ ચીનમાં લાંબી દીવાલ બાંધવામાં આવી હતી. આ દીવાલ ઉપગ્રહો દ્વારા ઝડપવામાં આવતી તસવીરોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે. આ દીવાલ આશરે ૨,OOO કિલોમીટર લાંબી, ૨૩ ફૂટ પહોળી અને ૫૦ ફૂટ ઊંચી છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો આ દીવાલ કમાનના આકારમાં બાંધવી પડે અને પથ્થરોની ગોઠવણી પણ જે રીતે કમાનમાં કરવામાં આવી છે તે રીતે કરવી પડે. આ દીવાલ બાંધનાર ઈજનેરો તો પૃથ્વીને સપાટ માનતા હોવાથી તેમને તેમની ડીઝાઈન પણ સીધી દીવાલ તરીકે જ બનાવી હતી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો આ દીવાલમાં અનેક સ્થળે ઉપરના ભાગમાં મોટી તિરાડો પેદા થવી જોઈએ. આવી તિરાડો પેદા નથી થઈ તેના ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી ગોળ નથી પણ સપાટ છે. ચીનની દીવાલ પૃથ્વી સપાટ હોવાની સૌથી મોટી સાબિતી છે.
૬૨. એન્ટાર્કટિકા ખંડમાં સફર Iઉ ચેલેન્જર નામની બ્રિટિશ સ્ટીમરે જેમ દક્ષિણ મહાસાગમાં ૬૯,000 માઈલની મુસાફરી કરી હતી તેમ ઈ.સ. ૧૯૩૮ ની સાલમાં કેપ્ટન જે. રાસ અને ડિ. પ્રેઈજર નામના સાહસિકોએ સ્લેજ ગાડીમાં બેસીને દક્ષિણમાં આવેલા બરફાચ્છાદિત એન્ટાર્કટિકા ખંડની મુસાફરી કરી હતી. ચાર વર્ષ સુધી તેમણે એક જ દિશામાં આશરે ૪૦ હજાર માઈલની મુસાફરી કરી તો પણ તેઓ પોતાના મૂળ સ્થાને પાછા ન આવ્યા. આજના વિજ્ઞાનની માન્યતા મુજબ તો તેમણે ચાર વખત પૃથ્વીની દક્ષિણ ગોળાર્ધની પ્રદક્ષિણા કરી લીધી હોવી જોઈએ. છેવટે કંટાળીને તેઓ ૪૦,૦૦૦ માઈલ ઊંધી દિશામાં આવ્યા ત્યારે પોતાના મૂળ સ્થાને પાછા આવી શક્યા હતા. આજ સુધી એન્ટાર્કટિકા ખંડમાં આટલી લાંબી મુસાફરી બીજા કોઈ સાહસિકોએ કરી નથી. જો કોઈ આ રીતે મુસાફરી કરે તો સહેલાઈથી સાબિત થઈ જાય કે પૃથ્વી ગોળ નથી. (૩૧૬ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org