________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા
૧૨. દક્ષિણમાં માત્ર મહાસાગર છે. # આપણે જોયું કે દક્ષિણમાં કોઈ ધ્રુવ નથી. ઉત્તર ધ્રુવથી ચોક્કસ અંતરે આવેલાં બિંદુઓ ગોળાકારમાં ગોઠવાઈ જઈને એક સપાટ વર્તુળ બનાવે છે, જેને અત્યારે આપણે ભૂલથી દક્ષિણ ધ્રુવ કહીએ છીએ. હકીકતમાં ઉત્તર ધ્રુવથી વિરુદ્ધ દિશામાં આવાં અસંખ્ય બિંદુઓ આવેલાં છે, જેને આપણે ભૂલથી દક્ષિણ ધ્રુવ માની બેઠા છીએ. આ બધાં બિંદુઓ ક્યારેય ઉત્તરની જેમ એક બિંદુ ઊપર ભેગાં થતાં નથી. દક્ષિણમાં માત્ર અફાટ મહાસાગર આવેલો છે. આ ઉત્તર ધ્રુવના આધારે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા નક્કી થાય છે. જ્યાં સૂર્યનો ઉદય થાય છે તે પૂર્વ દિશા બને છે અને અસ્ત થાય છે તે પશ્ચિમ દિશા બને છે. પૃથ્વીની પ્રદક્ષિણાનો અર્થ હકીકતમાં ઉત્તર ધ્રુવની પ્રદક્ષિણા જેવો થાય છે. આવું સપાટ પૃથ્વીમાં જ સંભવી શકે છે.
૧૩. રેખાંશો સીધી રેખાઓ છે જ કોઈપણ હોકાયંત્રની સોયને સ્થિર સપાટી ઉપર રાખવામાં આવે છે ત્યારે તે એકસાથે ઉત્તર અને દક્ષિણ દિશાઓ દર્શાવે છે. આ ઉપરથી કહી શકાય કે ઉત્તર અને દક્ષિણ દિશાને જોડતી સીધી રેખા એક જ સમતલમાં આવેલી છે. હવે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડતી રેખાઓ તો રેખાંશ તરીકે ઓળખાય છે. ઊપરની દલીલો ઉપરથી સાબિત થાય છે કે રેખાંશ સીધી રેખાના સ્વરુપમાં છે. જો કોઈ પણ ગોળા ઊપર ઉત્તર અને દક્ષિણને જોડતી રેખાઓ દોરવામાં આવે તો આ રેખાઓ સીધી નથી હોતી પણ અર્ધવર્તુળના આકારમાં હોય છે. આપણે જે રેખાંશ વ્યવહારમાં જોઈએ છીએ તે અર્ધવર્તુળાકાર નથી હોતી પણ સીધી રેખામાં હોય છે. આ ઊપરથી સાબિત થાય છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી.
૧૪. બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધે છે # પૃથ્વીના ઉત્તર ધ્રુવ બિંદુ ઊપર બધાં જ રેખાંશો ભેગાં થાય છે, માટે બે રેખાંશો વચ્ચેનું અંતર શૂન્ય બની જાય છે. ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત સુધી બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધ્યા કરે છે. પૃથ્વી જો દડા જેવી ગોળ હોય તો વિષુવવૃત્તની દક્ષિણે બે રેખાંશો વચ્ચેનું અંતર પાછું ઘટવું જોઈએ અને દક્ષિણ ધ્રુવ બિંદુ ઊપર આ અંતર પાછું શૂન્ય થવું જોઈએ. હકીકતમાં આવું બનતું નથી. હકીકતમાં તો વિષુવવૃત્તની દક્ષિણે પણ બે રેખાંશો વચ્ચેનું અંતર સતત વધ્યા જ કરે છે. આપણે અગાઉ જોયું કે દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. આ કારણે દક્ષિણ ધ્રુવમાં બધા રેખાંશો ભેગા થવાનો પ્રશ્ન જ નથી. જે નકશાઓ પૃથ્વી દડા જેવી ગોળ છે એવા સિદ્ધાંતને આધારે બનાવ્યા છે તે નકશાઓ મુજબ દરિયામાં મુસાફરી કરનારાં વહાણો અથડાઈ પડે છે, જેના ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે.
૧૫. પૃથ્વીની આરપાર નીકળાતું નથી # આજના વિજ્ઞાનીઓના મતે પૃથ્વી દડા જેવી ગોળ છે અને તેનો વ્યાસ આશરે ૧૨,૭૦૦ કિલોમીટર છે. આ વાત જો સાચી હોય અને પૃથ્વીના એક છેડે ૧૨,૭૦૦ કિલોમીટરનું ભોંયરું ખોદવામાં આવે તો
-- ૩૦૧)
30૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org