________________
જૈન કોસ્મોલોજી
જાણવા જેવી ભૂમિકા નથી. ઈજિપ્તની નાઈલ નદીની લંબાઈ એક હજાર માઈલ છે તો પણ તેમાં ક્યાંય આરોહ-અવરોહ જોવા મળતા નથી. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય તો એવું શક્ય બને જ નહીં.
૫. દીવાદાંડીઓ દૂરથી દેખાય છે. શિ વિશ્વમાં એવી અનેક દીવાદાંડીઓ છે, જેને ૬૦-૬૫માઈલ દૂરથી જોઈ શકાય છે. આટલી લંબાઈમાં જો પૃથ્વીના ગોળાકારની ઊંચાઈ માનવામાં આવે તો તે સેંકડો ફૂટ થઈ જાય છે. કેપ હેટેરાસ નામના બંદરની દીવાદાંડી દરિયામાં ૪૦ માઈલ દૂરથી જોઈ શકાય છે. જો પૃથ્વી બહિર્ગોળ હોય તે આ દીવાદાંડી દરિયાની ક્ષિતિજથી ૯૦૦ફૂટ નીચે હોવી જોઈએ. આદીવાદાંડી ૪૦ માઈલ દૂરથી જોઈ શકાય છે, કારણ કે પૃથ્વી બહિર્ગોળ નથી પણ સપાટ છે.
૬. દરિયાકિનારે સ્ટીમરનું નિરીક્ષણ જ જો આપણે સમુદ્રતટે ઊભા રહીને આપણા તરફ આવી રહેલા કોઈ સ્ટીમરને નિહાળીએ તો ખ્યાલ આવશે કે તે જેમ નજીક આવે તેમ તેની ઊંચાઈમાં વધારો થાય છે. જો આપણે થોડી ઊંચાઈ ઉપર જઈને સ્ટીમરને જોઈએ તો પણ આવું જ પરિણામ જોવા મળે છે. તેમાં પૃથ્વીનો ગોળાકાર કારણભૂત નથી પણ દષ્ટિસાપેક્ષતાનો નિયમ કારણભૂત છે. આ નિયમ મુજબ આપણી નજીકની વસ્તુ મોટી દેખાય છે અને દૂરની વસ્તુ નાની દેખાય છે. આ નિયમને કારણે જ દરિયામાં આપણે ઊંચાઈએ જઈએ ત્યારે આપણને ક્ષિતિજ પણ આપણી આંખના સ્તરે ઉપર ઊડતી દેખાય છે. જો આપણે દરિયામાં પાંચ માઈલ દૂરથી આવતી કોઈ સ્ટીમરને જોઈશું તો તે ઢાળ ચડીને આવી રહી હોય તેવી દેખાશે. હવે જો આપણે દરિયાકિનારે આવેલી નાનકડી ટેકરી ઉપર ચડીશું તો આપણે દરિયામાં ૨૫ માઈલ દૂર જોઈ શકીશું. આ ભાગ જો ખરેખર પૃથ્વીની ગોળાકાર નીચે હોય તો તે ટેકરી ઊપરથી પણ દેખાઈ શકે નહીં. આ રીતે સ્ટીમરનાં નિરીક્ષણ પરથી પૃથ્વી દડા જેવી ગોળ છે એવું સાબિત થતું નથી.
૭. સ્ટીમરમાં આવું કેમ બને છે ? જ કોઈપણ સ્ટીમર દરિયામાં દૂરથી આવી રહી હોય ત્યારે તેનો ધૂમાડો પહેલાં દેખાય છે, પછી તેની ચિમની દેખાય છે, પછી તેના વચ્ચેનો ભાગ દેખાય છે, પછી તેનું તૂતક દેખાય છે અને સૌથી છેલ્લે તેનું તળિયું દેખાય છે. આનું કારણ તે પૃથ્વીના ગોળાકારમાંથી ઊપર આવી રહી હોવાનું કહેવાય છે. હકીકતમાં આ આપણી દૃષ્ટિનો ભ્રમ માત્ર છે. તેના માટે પૃથ્વીનો તથાકથિત ગોળાકાર બિલકુલ જવાબદાર નથી. જ્યારે આપણને નરી આંખે દૂરથી આવી રહેલી સ્ટીમરનો માત્ર ધૂમાડો જ દેખાતો હોય ત્યારે આપણે જો શક્તિશાળી દૂરબીન વડે જોઈશું તો આખી સ્ટીમર આપણને સ્પષ્ટ દેખાશે. જો સ્ટીમરનો બાકીનો ભાગ પૃથ્વીના ગોળાકર નીચે છુપાયેલો હોય તો તે દૂરબીન વડે પણ જોઈ શકાય નહીં. આ રીતે પૃથ્વી સપાટ સાબિત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org